બોક્સ ઓફિસ પર ‘સમ્રાટ પૃથ્વીરાજ’નું કેટલું ઓપનિંગ? જાણો-પહેલા દિવસે કરી કેટલી કમાણી ?
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ દિવસે શુક્રવારે સરેરાશ દર્શકો જ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. જો કે, અહેવાલો અનુસાર, ફિલ્મે સાંજ સુધીમાં વેગ પકડ્યો અને ટિકિટનું વેચાણ વધ્યું.
બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ધીમી શરૂઆત મળી છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે 10 થી 11 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી છે. અહેવાલો કહે છે કે ફિલ્મની મોટાભાગની કમાણી યુપી, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના સર્કિટમાંથી આવી છે.
#SamratPrithviraj gathered momentum towards evening on Day 1… Biz at metros – which started slow – did not escalate, but mass circuits showed upward trends… Biz should grow on Day 2 and 3, needs that push for a strong weekend total… Fri ₹ 10.70 cr. #India biz. pic.twitter.com/fOi7NKA1Nd
— taran adarsh (@taran_adarsh) June 4, 2022
‘સમ્રાટ પૃથ્વીરાજ’ ‘બચ્ચન પાંડે’થી પાછળ
‘સમ્રાટ પૃથ્વીરાજ’ને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી છે, પરંતુ તે ઓપનિંગની બાબતમાં અક્ષયની અગાઉની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ કરતાં પાછળ છે. આ વર્ષે રિલીઝ થયેલી ‘બચ્ચન પાંડે’એ પહેલા દિવસે 13.25 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે ‘ભૂલ ભૂલૈયા-2’ ને નોન-ઇવેન્ટ ફિલ્મોમાં સૌથી મોટી ઓપનિંગ મળી છે, જે 14.11 કરોડ રૂપિયા હતી.
TOP 4 – *Day 1* Biz – 2022 Release…
1. #BhoolBhulaiyaa2: ₹ 14.11 cr [non-holiday]2. #BachchhanPaandey: ₹ 13.25 cr [#Holi; shows from post-noon]3. #SamratPrithviraj ₹ 10.70 cr [non-holiday]4. #GangubaiKathiawadi: ₹ 10.50 cr [non-holiday]#Hindi films. Nett BOC. #India biz. pic.twitter.com/T0g57DLFZn— taran adarsh (@taran_adarsh) June 4, 2022
અક્ષયની ફિલ્મે કેટલી કમાણી કરી?
અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ શુક્રવારે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. આ ફિલ્મે 10.70 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, શુક્રવારે દિવસ દરમિયાન ફિલ્મ ધીમી હતી, પરંતુ સાંજ સુધીમાં તેણે ગતિ પકડી. મેટ્રો શહેરોમાં તેનો બિઝનેસ હળવો હતો, પરંતુ માસ સર્કિટમાં ફિલ્મે વધુ સારો દેખાવ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે શનિવાર અને રવિવારે તેની કમાણી વધુ વધશે, જે તેના પ્રથમ વીકએન્ડને વધુ સારી બનાવશે.