ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંભલ હિંસા: જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીની અટકાયત

Text To Speech

સંભલ, 23 માર્ચ : ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસાના સંબંધમાં પોલીસે જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીની અટકાયત કરી છે. પોલીસે ઝફરઅલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જે બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હિંસા મામલે પહેલીવાર જામા મસ્જિદ કમિટીના સદરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર, એડવોકેટ ઝફર અલી 19 નવેમ્બરે જામા મસ્જિદની અંદર એડવોકેટ કમિશનના સર્વે દરમિયાન સર્વે ટીમ સાથે હાજર હતા. આ પછી 24મી નવેમ્બરે જામા મસ્જિદના બીજા એડવોકેટ કમિશન સર્વે દરમિયાન જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલી સર્વે ટીમ સાથે અંદર હાજર હતા.

24 નવેમ્બરે સર્વે દરમિયાન જ્યારે ભીડ એકઠી થવા લાગી ત્યારે જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલી સર્વે ટીમને મસ્જિદની અંદર છોડીને બહાર ગયા અને ભીડમાં સામેલ લોકો સાથે વાત કરી હતી. SIT ટીમ પૂછપરછ કરી રહી છે કે સર્વે દરમિયાન મસ્જિદ કમિટી સદર ઝફર અલીએ ભીડ સાથે શું વાતચીત કરી હતી.

મહત્વનું છે કે કોર્ટના આદેશ પર 24 નવેમ્બરના રોજ સંભલની જામા મસ્જિદમાં સર્વે કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 3 લોકોના મોત થયા હતા. SIT આ સમગ્ર હિંસાની તપાસ કરી રહી છે. આ મામલો ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે.

બીજી તરફ જામા મસ્જિદના પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. જામા મસ્જિદના પશ્ચિમ ભાગની બહારની દિવાલો પર યુદ્ધના ધોરણે પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ બાજુની દિવાલો પર સિંગલ કોટ પેઇન્ટિંગનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે મસ્જિદની સજાવટ માટે દિલ્હીથી લાવવામાં આવેલી એલઈડી ફોકસ લાઈટો પણ લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાઈકોર્ટે એએસઆઈને સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યા વિના સજાવવા માટે સૂચના આપી હતી. જામા મસ્જિદ કમિટીના સદર એડવોકેટ ઝફર અલીએ દાવો કર્યો છે કે મસ્જિદમાં લીલા રંગ સહિત તમામ રંગો પહેલા જેવા જ રહેશે. જો કે, તાજેતરમાં જ હિંદુ પક્ષે વહીવટીતંત્રને એક મેમોરેન્ડમ આપીને કાં તો ભગવો રંગ અથવા માત્ર સફેદ રંગની માંગણી કરી હતી.

આ પણ વાંચો :- આંબેડકરને પણ ધર્મ આધારિત આરક્ષણ મંજૂર ન હતું, RSSએ મુસ્લિમ આરક્ષણનો વિરોધ કર્યો

Back to top button