ખેતરમાંથી એવું બટાટું નીકળ્યું કે લોકો ભગવાન સમજી પૂજા કરવા લાગ્યા, દર્શન કરવા લાંબી લાઈનો લાગી


સંભલ, 11 માર્ચ 2025: ઉત્તર પ્રદેશના સંભલના તુલસી માનસ મંદિરમાં એક અનોખો ચમત્કાર જોવા મળી રહ્યો છે. અહીં એક બટાટા પર ભગવાનની પ્રકટ થયા હોવાનો લોકો દાવો કરી રહ્યા છે. મંદિરમાં રામ દરબારમાં રાખેલા બટાટાને ભગવાનનો અવતાર માનવામાં આવી રહ્યો છે. આ અદ્વિતિય ઘટનાને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરમાં એકઠા થઈ રહ્યા છે અને બટાટાના દર્શન કરવા માટે લોકો એકઠા થઈ રહ્યા છે.
તુલસી માનસ મંદિરના મહંત શંકર દાસે તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, બટાટા વંશ ગોપાલ તીર્થ નજી ખેમા ગામમાં જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બટાટા ભગવાનના અવતાર તરીકે પ્રકટ થયા છે. એક ભક્તે મંદિરમાં આવ્યા બાદ જણાવ્યું કે, બટાટામાં ભગવાનનું રુપ જોવા મળે છે. જે બાદ તેને અહીં સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. મંદિરના મહંતે એવું પણ કહ્યું કે, આ બટાટું ભગવાન કલ્કિના અવતારના આગમનું સંકેત માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હોળીના સમયમાં આ દિવ્ય ભગવાન પ્રકટ થવા એક શુભ સંકેત તરીકે જોવા મળ્યો છે. જે ઉત્સવના વાતાવરણને વધારે ઉલ્લાસપૂર્ણ બનાવી રહ્યું છે.
મહંત શંકર દાસે દાવો કર્યો કે, બટાટા પર બનેલી છબી સ્પષ્ટ રીતે નંદી, ભગવાન શિવ અને કાચબા સાથે મળતી આવે છએ. આ દાવો મંદિરમાં આવી રહેલા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કારણ બની રહ્યું છે. દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાંથી એક મોહિત રસ્તોગીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મેં સાંભળ્યું હતું કે, તુલસી માનસ મંદિરમાં ભગવાન બટાટા તરીકે પ્રકટ થયા છે. એટલા માટે ખુદ તેઓ તેને જોવા માટે આવ્યા છે. આ જોઈને મને ખૂબ જ ખુશી અનુભવાઈ રહી છે અને મને લાગી રહ્યું છે કે, સંભલમાં ભગવાન કલ્કિનું આગમન નજીકમાં જ છે.
આ પણ વાંચો: IIFA એવોર્ડમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા છવાઈ ગઈ, શૈતાન ફિલ્મ માટે મળ્યો એવોર્ડ