કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર : સવારે 6 થી સાંજે 8 સુધીમાં સુત્રાપાડામાં 14, ધોરાજીમાં 12 ઈંચ વરસાદ

Text To Speech

ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 14 ઈંચ પડ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે રાજકોટના ધોરાજીમાં 14 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. આજ રીતે ગીર સોમનાથના કોડીનારમાં જ 7.5 ઇંચ અને જામકંડોરણામાં સાંજે 4 થી 8 દરમિયાન ચાર કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કે, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં રાતના 8 વાગ્યા સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો. રાજકોટના ઉપલેટામાં પણ મેઘરાજાની જબરદસ્ત બેટિંગ, રાત્રીના આઠ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયાનું જાણવા મળ્યું છે.

આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જેમાં હવામાન વિભાગે આગામી 45 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, તાપી ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, નર્મદામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે , ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી મહીસાગરમાં તથા દાહોદમાં વરસાદ થઈ શકે છે.તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદથઈ શકે છે. આ સાથે અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

આ જિલ્લામાં આવતી કાલે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આવતી કાલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતી કાલે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતના સુરત અને ભરુચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Back to top button