ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

સમય રૈનાએ લાઈવ શોમાં કહ્યું, ‘કદાચ સમય ખરાબ ચાલી રહ્યો છે મારો, પણ યાદ રાખજો…’

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :  કોમેડિયન સમય રૈનાએ ચાલી રહેલા વિવાદ પર મજાકીયા અંદાજમાં કોમેન્ટ કરી છે. એટલું જ નહીં, તેણે કેનેડાના એડમોન્ટનમાં મેયર હોરોવિટ્ઝ થિયેટરમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન રણવીર અલ્હાબાદિયાનું નામ પણ લીધું હતું. તેના એક ચાહક શુભમ દત્તાએ ફેસબુક પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. શુભમે કહ્યું કે તનાવપૂર્ણ વાતાવરણ હોવા છતાં, સમય દર્શકોને હસાવવામાં સફળ રહ્યો.

‘બીયરબાઈસેપ્સને યાદ રાખજો’
શુભમના કહેવા પ્રમાણે, સમય રૈનાએ ચાલી રહેલા વિવાદ પર ઝાટકણી કાઢી અને કહ્યું, “મારા વકીલની ફી ચૂકવવા બદલ તમારો આભાર.” સમયનો પંચ સાંભળીને કેટલાક લોકો હસવા લાગ્યા. ત્યાં કેટલાક લોકો તેને ટોકવા લાગ્યા. આવી સ્થિતિમાં, સમયે વળતો પ્રહાર કરતા કહ્યું, “આ શોમાં એવી ઘણી ક્ષણો આવશે જ્યાં તમે મારી પાસેથી કોઈ રમૂજી જોક કહેવાની અપેક્ષા રાખશો, તે સમયે તમે બીયરબીસેપ્સને યાદ કરી લેજો.” ઉલ્લેખનીય છે કે, લોકો રણવીર અલ્હાબાદિયાને બેરબાઈસેપ્સ તરીકે પણ ઓળખે છે. કારણ કે તેની યુટ્યુબ ચેનલનું નામ BearBiceps છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

‘હું જ સમય છું’
સમય અહીં અટક્યો ન હતો. પોતાનું પર્ફોર્મન્સ પૂરું કર્યા પછી, સમયે ફરી એકવાર આ વિવાદ પર ટિપ્પણી કરી. તેણે કહ્યું, “કદાચ મારો સમય ખરાબ છે, પરંતુ મિત્રો યાદ રાખો, હું જ સમય છું.”

બધા એપિસોડ કાઢી નાખ્યા
ઉલ્લેખનીય છે કે, વિવાદ બાદ સમયે તેના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તમામ એપિસોડ તેની યુટ્યુબ ચેનલ પરથી હટાવી દીધા છે. એપિસોડ્સ દૂર કર્યા પછી, તેણે કહ્યું, “જે પણ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ જ વધારે છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો હતો.”

આ પણ વાંચો : હોમ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ જાણી લેજો, બેન્ક આટલા ચાર્જ વસૂલશે

Back to top button