ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ફરી સામંથાના પ્રેમમાં નાગા ચૈતન્ય ! શેર કરી કંઈક આવી પોસ્ટ

Text To Speech

સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર સ્ટાર્સમાંથી એક છે. ડિવોર્સ લીધા પછી પણ ઘણીવાર બન્ને કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, ડિવોર્સ પછી નાગા ચૈતન્ય ફરી સામંથાના પ્રેમમાં પડી ગયો છે. હવે વાત કેટલી સાચી છે કે ખોટી એ તો નાગા ચૈતન્ય જ જાણે. પણ હાલ તો સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે ચૈતન્યની લવ લાઈફની ચર્ચા ચાલી રહી છે.

અત્યાર સુધી આ અહેવાલો પર અભિનેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ચૈતન્યના અફેરના સમાચાર વચ્ચે, સામંથાએ એક પોસ્ટ શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. સામંથાએ પોતે આ પોસ્ટમાં કંઈ લખ્યું નથી, પરંતુ રણવીરે જે કહ્યું છે તે શેર કર્યું છે, જે જોઈને લાગે છે કે સામંથા રણવીરની વાત સાથે સહમત છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘દુઃખ દરેકના જીવન સાથે જોડાયેલું છે, તેથી મને જીવનમાં મજાક કરવી ગમે છે, મને હળવી રાખવી ગમે છે.’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાગા ચૈતન્ય હૈદરાબાદના જ્યુબિલી હિલમાં નવું ઘર બનાવી રહ્યા છે. શોભિતા ધુલીપાલા આ નિર્માણાધીન મકાનમાં નાગા ચૈતન્ય સાથે જોવા મળી હતી. બંને એકબીજા સાથે એકદમ આરામદાયક લાગતા હતા. બાદમાં નાગા ચૈતન્ય અને શોભિતા એક જ કારમાં ત્યાંથી જતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ આ બંને સાથે જોવા મળ્યા હોવાના સમાચાર આવ્યા હતા. આ સિચ્યુએશનમાં હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે નાગા ચૈતન્યની નવી લેડી લવ શોભિતા ધૂલીપાલા છે.

Back to top button