હવે સામંથાને કોણે પ્રપોઝ કર્યું? જૂઓ આ મજ્જાની રીલ અને સામંથાનો પ્રતિભાવ
મુંબઈ- 11 ઓગસ્ટ : નાગા ચૈતન્યએ 8 ઓગસ્ટના રોજ એક ખાનગી સમારંભમાં અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી હતી. બંનેની સગાઈ હૈદરાબાદમાં થઈ હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. શોભિતા અને નાગાની સગાઈ બાદ હવે સામંથાને પણ લગ્નનું પ્રપોઝલ મળ્યું છે.
View this post on Instagram
કોણે સામંથાને લગ્ન માટે પ્રપોઝ કર્યું?
નાગા ચૈતન્યએ તાજેતરમાં જ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. નાગા અને શોભિતાએ પોતપોતાના પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી લીધી. તેમની સગાઈના ફોટા પર યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી હતી. જ્યારે કેટલાક આનાથી ખુશ દેખાતા હતા, તો કેટલાક સામંથાની ચિંતા કરતા નિરાશ દેખાતા હતા. હવે, અભિનેતાની સગાઈના થોડા દિવસો બાદ, અભિનેતાની પૂર્વ પત્ની અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને પણ લગ્નનું પ્રપોઝલ મળ્યું છે. જેના પર અભિનેત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે.
સામંથાને કોણે પ્રપોઝ કર્યું?
અભિનેત્રીના એક પ્રશંસકે તેને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા પ્રપોઝ કર્યું છે. ‘મુકેશ ચિંતા’ નામના એક પ્રશંસકે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સામંથાને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં, તે હૈદરાબાદમાં સામંથાનું ઘર શોધવાનો ડોળ કરે છે અને પછી તેને પ્રપોઝ કરવા માટે તેના ‘જીમ’માં એક ઘૂંટણિયે પણ બેસી જાય છે.
સામંથા માટે ફેનનું મેરેજ પ્રપોઝલ
વીડિયોમાં મુકેશ કહે છે- ‘હું સામંથા પાસે જઈ રહ્યો છું, તેમને કહેવા માટે કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હું હંમેશા તેમની સાથે રહીશ.’ સામંથાના ‘ઘરે પહોંચ્યા’ પછી તે તેને શોધવા માટે ‘જીમ’ પર પહોંચે છે, જ્યાં તે તેની પાસે ફાઈનાન્સિયલી ઇન્ડિપેન્ડ થવા માટે 2 વર્ષનો સમય માંગી રહ્યોં છે. તે કહે છે- ‘જો તમે ઈચ્છો તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.’ તે પછી તે એક ઘૂંટણિયે બેસીને અભિનેત્રીને પ્રપોઝ કરે છે.
સામંથાએ ફેન્સના વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી
વીડિયો શેર કરતી વખતે, મુકેશે લખ્યું, “તમે જે શોટ નથી લેતા તેમાંથી 100% ચૂકી ગયા છે.” સામંથાએ પણ તેના ફેનના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ લખ્યું- ‘બેકગ્રાઉન્ડમાં દેખાતા જિમથી લગભગ હું કન્વિન્સ થઈ ગઈ હતી.’ મુકેશે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સામંથાની પ્રતિક્રિયા શેર કરતા લખ્યું, “જો દુનિયા સામંથાની વિરુદ્ધ છે, તો હું દુનિયાની વિરુદ્ધ છું.”
ચાહકોએ સામંથાને હિંમત આપી
સામંથાના પૂર્વ પતિ નાગા ચૈતન્યની સગાઈ થઈ ત્યારથી અભિનેત્રીના ચાહકો તેને ચીયર કરી રહ્યા છે. તેલુગુ અભિનેતાએ ગયા અઠવાડિયે સગાઈ કરવાની અને ફરીથી લગ્ન કરવાની જાહેરાત કરી. અભિનેતાએ પોતાના હૈદરાબાદવાળા ઘરે શોભિતા સાથે સગાઈ કરી હતી. તેલુગુ સુપરસ્ટારે અફવાઓની પુષ્ટિ કરવા માટે સગાઈની તસવીરો પણ શેર કરી હતી.
આ પણ વાંચો : ગુજરાત: સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા એલર્ટ જાહેર