ગુજરાતમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, કાંધલ જાડેજાએ વટ પાડી દીધો


અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2025: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે આ પરિણામોમાંથી અનેક જગ્યાએ ચોંકાવનારા પરિણામો સામે આવી છે. અહીં સૌથી મોટી વાત એ છે ઉત્તર પ્રદેશના રાજકારણમાં દબદબો ધરાવતી અને ભાજપ શાસિત રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી એવી સમાજવાદી પાર્ટીએ પણ ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે.
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટીએ એન્ટ્રી કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, રાણાવાવ સીટ પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવ નગરપાલિકા કાંધલ જાડેજાની બોડી બનાવશે.
આ સીટની સાથે સાથે કુતિયાણામાં પણ રસાકસી જોવા મળી હતી. કુતિયાણામાં વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. અહીં ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની આખી પેનલ જીતી ગઈ છે. જેમાં કુતિયાણામાં સમાજવાદી પાર્ટીને 10, ભાજપની પણ 10 સીટ પર જીત થઈ છે. અહીં નગરપાલિકા જીતવા માટે 13 બેઠકની જરુર છે.
આ પણ વાંચો: ગજબ થઈ ગયો/ જૂનાગઢમાં અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી, તરત જ ભાજપનો ખેસ પહેરી લીધો