ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

જે રીતે કૃષ્ણથી કંસ ડરતો હતો એમ જ અખિલેશ યાદવથી લોકો ડરે છેઃ સપા નેતા

Text To Speech

લખનઉ, તા.25 ફેબ્રુઆરી, 2025ઃ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તેમણે કહ્યું, જે રીતે કૃષ્ણથી કંસ ડરતો હતો એમ જ અખિલેશ યાદવથી લોકો ડરે છે. તેમના આ નિવેદન પર ભાજપે પણ પલટવાર કર્યો હતો.

શું છે મામલો

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા અને સપા ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેએ એક નિવેદન આપ્યું હતું. બજેટ સત્ર દરમિયાન તેમણે સીએમ યોગી આદિત્યનાથ પર સીધી રીતે ટિપ્પણી કરવાની ના પાડી હતી પરંતુ તેમણે આપેલા એક ઉદાહરણના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

પાંડેએ કહ્યું, એક કંસ હતો. તેને એટલો બધો હતો કે કૃષ્ણ જન્મ લેશે તો હું ખતમ થઈ જઈશે. તેને કૃષ્ણ જન્મ ન લે તેનો ડર રહેતો હતો. આ સ્થિતિ અહીંયા પણ છે. જેમ કંસ કૃષ્ણથી ડરતો હતો, તેવી જ રીતે કેટલાક લોકો અખિલેશ યાદવથી પણ ડરે છે.

ભાજપે શું કર્યો પલટવાર

તેમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું, સમાજવાદી પાર્ટીને તેના કર્મની સજા મળી છે. જ્યારે જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમની હરકત કંસ, દુર્યોધન અને રાવણ જેવી રહી છે.

કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તેઓ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે. પ્રયાગરાજનો મહાકુંભ દિવ્ય, ભવ્ય અને અલૌકિક રહ્યો છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. સપા નેતાઓ મહાકુંભને લઈ અફવા ફેલાવી અને ખોટા નિવેદન આપ્યા હતા. તેમના આ નિવેદનોની અસર થઈ હોત તો મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો હોત.તેમના નિવેદનમાં કોઈ દમ નથી.


આ પણ વાંચોઃ જુનાગઢમાંથી અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા ઝડપાયો

Back to top button