ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

સંસદ ભવનમાં સાંસદો મન મુકીને હોળી રમતા જોવા મળ્યા, 17 માર્ચ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત

Text To Speech

નવી દિલ્હી, 13 માર્ચ 2025: સપા સાંસદ પ્રિયા સરોજે સંસદમાં મન મુકીને હોળી રમ્યા હતા. તેમણે ભાજપ સાંસદ જબદમ્બિકા પાલ સહિત કેટલાય અન્ય સાંસદો પર રંગ લગાવ્યો. અન્ય સાંસદોએ પણ પ્રિયા સાથે હોળી રમી હતી. પ્રિયાએ એક્સ પર સંસદમાં હોળી સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ગુલાલ લઈને હોળી રમતા જોવા મળે છે. વીડિયોમાં તેમની સાથે સપા સાંસદ આનંદ ભદૌરિયા સહિત અન્ય સાંસદો જોવા મળે છે.

સંસદમાં ગુલાલ રમ્યા બાદ સપા સાંસદ પ્રિયા સરોજે રંગ બરસે ગીત ગાયું. તેમમે તમામને હોળીની શુભકામનાઓ આપી. પ્રિયાએ કહ્યું કે, અમારા પરિવાર તરફથી આપ સૌને હોળીની શુભકામનાઓ. પાણીનો વેસ્ટ ન કરો અને આપ ખૂબ હોળી રમો. પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહેર લોકસભા સીટથી સપાના સાંસદ છે. સંસદની કાર્યવાહી 17 માર્ચ સુધી સ્થગિત કરી દીધી છે.

આ વખતે હોળી 14 માર્ચ એટલે કે શુક્રવારના રોજ છે અને દિવસે જુમ્માની નમાઝ પણ છે. સાંપ્રદાયિક સૌહાર્દ બની રહે, તેના માટે યૂપી બિહાર સહિત કેટલાય રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં તેને લઈને પુરતી વ્યવસ્થા અત્યારથી ગોઠવી દેવામાં આવી છે. હોળી અને નમાઝને લઈને કેટલીય જગ્યાએ પર અલગ અલગ ટાઈમિંગ રાખ્યા છે, જેથી કોઈ બીજાને નુકસાન પહોંચાડી શકે નહીં.

આ પણ વાંચો: વિચિત્ર ઘટના: પાલતૂ કુતરાએ માલિક પર ગોળી ચલાવી દીધી, ગર્લફ્રેન્ડ માંડ માંડ બચી

Back to top button