પિત્રોડાનો દાવોઃ રાંચીમાં ભાષણ દરમિયાન લિંક હેક કરી અશ્લીલ સામગ્રી પ્રસારિત કરી


નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી, 2025: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાએ તેમના આઈઆઈટી ભાષણ દરમિયાન અજાણ્યા હેકરે લિંક હેક કરીને અશ્લીલ સામગ્રી પ્રસારિત કરી હોવાનો દાવો લગાવ્યો હતો. આ કારણે આયોજકોને તે બંધ કરવાની ફરજ પડી હતી.
પિત્રોડાએ કહ્યું, તાજેતરમાં જ આઈઆઈટી રાંચીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા. અચાનક કોઈએ તેને હેક કરી લીધું અને અશ્લીલ સામગ્રી બતાવવાનું શરૂ કર્યું હતું. અમારી પાસે તેને બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે શૈક્ષણિક સંસ્થાઓ હવે તેમનું લોકશાહી અને સ્વતંત્ર પાત્ર ગુમાવી રહી છે. આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આવી ઘટનાઓ શૈક્ષણિક ચર્ચાઓની અખંડિતતા અને વિચારોના મુક્ત આદાન-પ્રદાનને નબળી પાડે છે.
જોકે, પિત્રોડાએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ તેમની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ઘણા યુઝર્સે પિત્રોડાના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
એક યુઝરે લખ્યું, સેમ પિત્રોડા કહે છે કે તેઓ IIT રાંચમાં બોલી રહ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓએ લિંક હેક કરી અને અશ્લીલ સામગ્રી બતાવવાનું શરૂ કર્યું. તે કહે છે કે આ લોકશાહી નથી. આનો લોકશાહી સાથે શું સંબંધ છે? રાંચીમાં કોઈ IIT નથી, IIIT છે.
આ પણ વાંચોઃ VIDEO: બોર્ડના પરીક્ષાર્થીઓને શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ શુભકામના પાઠવી, કહી આ વાત