સેમ કોંસ્ટાસે રચ્ચો ઇતિહાસ, બુમરાહ સામે આ કારનામું કરનારો બન્યો પ્રથમ ક્રિકેટર
મેલબોર્ન, તા. 26 ડિસેમ્બર, 2024: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે ગુરુવારે ભારત સામે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે.
બુમરાહની ઓવરમાં ફટકાર્યા બે છગ્ગા
સેમ કોન્સ્ટાસ પ્રથમ ટેસ્ટમાં જ જસપ્રિત બુમરાહની ઓવરમાં બે છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી વખત કોઈ બેટ્સમેન જસપ્રિત બુમરાહ સામે 2021માં છગ્ગો ફટકાર્યો હતો અને સેમ કોન્સ્ટાસે ત્રણ વર્ષ (4483 બોલ) બાદ છગ્ગો ફટકાર્યો હતો.
યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસે ગુરુવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બોક્સિંગ ડે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરીને ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. કોન્સ્ટાસ ગુરુવારે ઑસ્ટ્રેલિયા માટે ચોથો સૌથી યુવાન ટેસ્ટ ડેબ્યૂ બન્યો હતો. તેણે 19 વર્ષ અને 85 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલર પાસેથી બેગી ગ્રીન કેપ પ્રાપ્ત કરી હતી.
🚨 HISTORY AT THE MCG 🚨
– Sam Konstas becomes the first Player to hit 2 Sixes against Jasprit Bumrah in Test Cricket. 🤯 pic.twitter.com/ovHglR6nRV
— Tanuj Singh (@ImTanujSingh) December 26, 2024
ભારતીય ટીમમાં શું થયો બદલાવ
મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમમાંથી સુભમન ગિલની બાદબાકી કરવામાં આવી છે.
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહીલ, ઋષભ પંત, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
મેલબોર્નમાં કેવો છે ભારતનો દેખાવ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત 1948 થી 2000 સુધી અત્યાર સુધીમાં 14 મેચ રમ્યું છે, જેમાં ભારતે 4 મેચ જીતી છે અને 8 હારી છે. ભારતે પ્રથમ વખત 1977માં આ મેદાન પર જીત મેળવી હતી. ભારતને 1981માં આ મેદાન પર તેની બીજી જીત મળી હતી. આ પછી ભારતે ત્રીજી જીત માટે 37 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2018માં ભારતને આ મેદાન પર ત્રીજી જીત મળી હતી. તે જ સમયે, ભારતને 2020 માં એક મોટી જીત મળી હતી.