- વાહન ચાલકને થયેલા છાતીના દુખાવા બાદ જીવ બચાવ્યો
- ત્રણેય પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે
- યુવાનને પ્રાથમિક સારવાર આપી 108માં હોસ્પિટલ ખસેડયો
અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાને વાહન ચાલકને થયેલા છાતીના દુખાવા બાદ તાલીમની મદદથી તેનો જીવ બચાવ્યો હતો. ત્રણેય પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે. તેમજ બે વર્ષ અગાઉ પણ ટ્રાફિક પોલીસે અન્ય એક રાહદારીનો આ જ રીતે જીવ બચાવ્યો હોવાથી આનંદ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાને સૌથી વધુ અસર કરશે બિપોરજોય વાવાઝોડુ
યુવાનને પ્રાથમિક સારવાર આપી 108માં હોસ્પિટલ ખસેડયો
મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનની કામગીરી કરી રહી હતી, તેવામાં એક્ટિવાનો ચાલક મોહમદ રફીક શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને અચાનક છાતીમાં ખુબજ દુખાવો થતા તેણે ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે તાત્કાલિક વાહન ચાલકને CPR તાલીમની મદદથી વાહન ચાલકને પ્રાથમિક સારવાર આપી 108 માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.
રાહદારીનો જીવ બચાવતા આનંદની લાગણી અનુભવી
ચહેરા પર ખુશી અને સન્માનપત્રએ વાતનું પ્રતીક છે કે પોલીસ જવાનોએ સારી કામગીરી કરી છે. અને તેમાં પણ કોઈનો જીવ બચાવવા જેવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામા આવ્યા છે. મુસ્તાકમિયાં, નરેશભાઈ નગીનભાઈ અને હસમુખભાઈ જોગલ આ ત્રણેય પોલીસકર્મીઓને એક રાહદારી મોહમદ રફીક શેખનો જીવ બચાવ્યો હતો. તાજેતરમાં જ સરકાર દ્વારા તમામ વિભાગના કર્મચારીઓને CPR તાલીમ આપવાનું આયોજન કર્યું છે, જોકે પોલીસ વિભાગને વર્ષ 2021માં આ તાલીમ આપવામાં આવી હતી. તે તાલીમની મદદથી મુસ્તકમિયાએ એક રાહદારીનો જીવ બચાવ્યો હતો અને મંગળવારે પણ એક રાહદારીનો જીવ બચાવતા આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.