મનોરંજન

ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધી, ગેલેક્સી પર પોલીસનો કડક પહેરો

Text To Speech

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. જે બાદ તેના ઘરની બહાર કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે મુંબઈ પોલીસના કર્મચારીઓ સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન ગેલેક્સીની બહાર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત બ્રાર વિરુદ્ધ FIR નોંધી છે.

ધમકી બાદ સલમાન ખાનની સુરક્ષામા વધારો

બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનના જીવન પર મંડરાયેલો ખતરો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે ધમકી આપી છે. જે બાદ તેમના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામા આવી છે. સલમાન ખાનને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસના કર્મચારીઓ આખી રાત સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી બહાર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. ધમકી બાદ પોલીસ એક્શનમાં આવી છે. અને તેઓ ગેલેક્સીની બહાર ભીડને એકઠા થવા દેતા નથી.

સલમાન ખાન સુરક્ષા-humdekhengenews

સલમાન ખાનને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો

સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં સલમાન ખાન સાથે ‘વાત’ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઈ-મેલમાં લખ્યું હતું કે, ‘ગોલ્ડી બ્રારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તમે ના જોયો હોય તો તેને જોવા માટે કહો. જો તમારે મામલો બંધ કરવો હોય તો વાત કરી લેજો, જો તમારે રૂબરૂ મળવું હોય તો પણ કહો. મેં તમને સમયસર જાણ કરી છે, આગામી સમયમાં માત્ર આંચકો જોવા મળશે.’

ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં

ઈ-મેલ મળ્યા બાદ સલમાન ખાનના મેનેજરે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી મામલાની ગંભીરતા અને સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંદ્રા પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત બ્રાર વિરુદ્ધ IPCની કલમ 506(2), 120 (B), 34 હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાના વધતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયે જારી કરી નવી માર્ગદર્શિકા, આ બાબતોનું ખાસ ધ્યાન રાખવા કહ્યું

Back to top button