સલમાન ખાનના બોડી ડબલ સાગર પાંડેના અવસાનને લઈને અભિનેતાએ શ્રદ્ધાંજલિ પાઠવતી ઈમોશનલ પોસ્ટ શેર કરી


સલમાન ખાનના બૉડી ડબલ સાગર પાંડેનું 30 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે મુંબઈના એક જીમમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. જ્યારે તે જીમમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને જોરદાર હાર્ટ એટેક આવ્યો હતો અને જે બાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનુ મૃત્યુ થયુ હતુ . ત્યારે આ અંગેની જાણ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને થતા પોતાના બોડી ડબલ સાગર પાંડેને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા તેનમા માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. સાગર પાંડેએ બજરંગી ભાઈજાન, ટ્યૂબલાઈટ અને દબંગ સહિત બીજી ફિલ્મોમાં પણ સલમાન ખાનના બોડી ડબલના રૂપમાં કામ કર્યું હતું.
સલમાને સાગરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
સલમાને સાગરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો જેની સાથે તેણે 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સાગર સાથેની એક તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું, “મારી સાથે હોવા બદલ દિલ સે શુકર અદા કર રહા હૂં. સાગર ભાઈ તમારા આત્માને શાંતિ મળે. તમારો આભાર ???? #RIP #સાગરપાંડે.”
અભિનેતા અનુપમ ખેર અને રોનિત રોય, અભિનેત્રી સંગીતા બિજલાની સહિત અનેક હસ્તીઓએ સલમાન ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સાગર પાંડેના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સાગરે ‘ટ્યુબલાઇટ’, ‘બજરંગી ભાઈજાન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દબંગ’ જેવી અન્ય ઘણી ફિલ્મોમાં સલમાનની બોડી ડબલની ભૂમિકા ભજવી હતી
સલમાન ખાનના ખૂબ મોટા ફેન હતા સાગર પાંડે
સાગર પાંડે સલમાન ખાનના મોટા ફેન હતા. આ સાથે જ તે તેની ખૂબ નજીક પણ હતો. સાગર પાંડેની ઉંમર 40-45 વચ્ચે જણાવવામાં આવી રહી છે. પોતાની ફિલ્મો માટે સખત મહેનત કરનારા બોલીવુડ સ્ટાર્સ માટે બોડી ડબલ પણ એટલી જ મહેનત કરે છે. ખૂબ જ ઓછા એક્ટર્સ છે જેઓ ફિલ્મની એક્શન સિક્વન્સ જાતે કરે છે. મોટા ભાગે અભિનેતાઓ બોડી ડબલ્સનો ઉપયોગ કરે છે. તેનો ચહેરો લોકોને દેખાતો નથી પરંતુ તેની મહેનતની પ્રશંસા થાય છે.
આ પણ વાંચો: સલમાન ખાને આ કારણોથી બનાવી હતી જેકલીનથી દૂરી
હાર્ટએટેકથી મૃત્યુ
અહેવાલો અનુસાર, પાંડેએ જિમમાં વર્કઆઉટ કરતી વખતે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તે બેહોશ થઈ ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.