સલમાન ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મની બનશે સિક્વલ
મુંબઈ, 31 જાન્યુઆરી : તમને વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ નો એન્ટ્રી યાદ જ હશે, જેમાં સલમાન ખાન સહિતઅનિલ કપૂર, ફરદીન ખાન, સેલિના જેટલી, બિપાશા બાસુ અને લારા દત્તા મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. 20 થી 23 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે 75 કરોડ રૂપિયાની કમાણી કરીને બ્લોકબસ્ટર ફિલ્મનું બિરુદ મેળવ્યું હતું. હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મની સિક્વલ નો એન્ટ્રી 2 બનવા જઈ રહી છે, જેના કારણે કલાકારોની પસંદગી પણ કરવામાં આવી છે. લીડ કાસ્ટનું નામ સાંભળ્યા બાદ ચાહકોએ કહ્યું- ચોક્કસપણે આ ફિલ્મ ફ્લોપ જશે.
એ રિપોર્ટ અનુસાર, નિર્માતા બોની કપૂર અને લોકપ્રિય પ્રોડક્શન કંપની નો એન્ટ્રી 2 બનાવવા માટે કોલાબ્રેટ કરશે. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી કરશે, જેમણે પ્રથમ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો આ વખતે વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝ સિક્વલમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.
View this post on Instagram
આ ઉપરાંત, કલાકારો છેલ્લા છ મહિનામાં ઘણી વખત ડિરેક્ટરને મળ્યા છે, તેના કારણે આ કલાકારો ફિલ્મમાં હોવાના સમાચાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની જાહેરાત ડિસેમ્બર 2024માં થશે. જ્યારે ફિલ્મ 2025માં રિલીઝ થશે. ત્યારે નો એન્ટ્રી ફિલ્મના પણ 20 વર્ષ પૂરા થશે.
ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, અખબારનો માલિક કિશન હંમેશા તેની પત્ની કાજલ પ્રત્યે વફાદાર રહે છે, જે હમેશા તેના અફેરની શંકા કરતી રહે છે. જ્યારે કિશનનો મિત્ર પ્રેમ તેની પત્ની પૂજા સાથે ચિટ કરે છે. જે કોઈને કંઈ ખબર નથી. નો એન્ટ્રી 2 ની વાર્તા દર્શકોનું કેવું મનોરંજન કરશે તે જોવું રસપ્રદ રહેશે
આ પણ વાંચો : પાકિસ્તાની ગાયક આતિફ અસલમ વર્ષો પછી બોલિવૂડની આ ફિલ્મ માટે ગાશે ગીત