સલમાન ખાન બનાવશે મુંબઈમાં એક આલીશાન હોટેલ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પરંતુ હવે કોઈ અન્ય કારણોસર તે ચર્ચામાં આવી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન અને તેનો પરિવાર મુંબઈમાં એક હોટલ બનાવવા જઈ રહ્યા છે. તેમની આ હોટેલ 19 માળની હશે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
અધૂરી બિલ્ડીંગ તોડીને હોટેલ બનાવાશે
રિપોર્ટ અનુસાર, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કાર્ટર રોડ પર એક અધૂરી પડેલી ઈમારતને તોડીને હોટેલનું નિર્માણ કરવામાં આવશે. આ મિલકત સલમાન ખાનની માતા સલમા ખાનના નામ પર છે. આ બિલ્ડિંગ અગાઉ અહીં સ્ટારલેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી, જેને તોડીને ખાન પરિવાર દ્વારા રહેણાંક મકાન બનાવવામાં આવી રહ્યું હતું.
15 વર્ષથી અધુરી છે બિલ્ડીંગ
આ બિલ્ડીંગમાં ખાન પરિવારના એપાર્ટમેન્ટ છે, જે લગભગ 15 વર્ષથી અધૂરા પડ્યા છે. આ ઈમારતનું બાંધકામ લગભગ 20 વર્ષ પહેલા શરૂ થયું હતું. હવે ખાન પરિવારે બીએમસીને આ અધૂરી ઈમારતને તોડીને 19 માળની હોટલ બનાવવાનો પ્લાન આપ્યો છે.
19 માળની હશે હોટેલ
હોટેલના પહેલા અને બીજા માળે કાફે અને રેસ્ટોરન્ટ બનાવવાની યોજના છે, જ્યારે ત્રીજા માળે જીમ અને સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે. ચોથા માળનો સર્વિસ ફ્લોર તરીકે ઉપયોગ કરવામાં આવશે. પાંચમા અને છઠ્ઠા માળે કન્વેન્શન સેન્ટર હશે, જ્યારે સાતમા માળથી 19મા માળ સુધી હોટેલના તમામ રૂમ હશે. આ અધૂરી ઈમારતને તોડીને હોટલનું બાંધકામ ક્યારે શરૂ કરવામાં આવશે તે હાલ નક્કી નથી.
આ પણ વાંચો: શાહરૂખ ખાન અને સમીર વાનખેડેની ચેટ સામે આવી, ‘बेटे को जेल में मत रखो, वो टूट जाएगा’