પહેલા સલમાને આમિરની પૂર્વ પત્ની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પછી ટ્વીટ કેમ ડિલીટ કર્યુ?
14 માર્ચ 2024: આમિર ખાન અને કિરણ રાવ તેની પર્સનલ લાઈફ તેમજ તેમની ફિલ્મ ‘Laapataa Ladies’ માટે સતત હેડલાઈન્સમાં રહે છે. આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં બની છે, જ્યારે કિરણ રાવે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. કિરણે આ ફિલ્મ દ્વારા ફરી એકવાર ડિરેક્શનની જવાબદારી સંભાળી છે. ‘Laapataa Ladies’ને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આટલું જ નહીં સુપરસ્ટાર સલમાન ખાન પણ આ ફિલ્મના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નથી.
કિરણ રાવના વખાણ કરતા સલમાન ખાને ટ્વીટમાં લખ્યું, મેં હમણાં જ કિરણ રાવની ‘Laapataa Ladies’ જોઈ. વાહ, વાહ કિરણ. મેં અને મારા પિતાએ ખૂબ આનંદ કર્યો. દિગ્દર્શક તરીકે તમારી ડેબ્યુ ફિલ્મ બદલ અભિનંદન. મહાન કામ. તમે મારી સાથે ક્યારે કામ કરશો? સલમાન ખાનના આ ટ્વીટ પછી યુઝર્સે તેને સાચી હકીકત જણાવી અને કહ્યું કે આ કિરણ રાવની પહેલી દિગ્દર્શિત ફિલ્મ નથી.
આગળ શું થયું, સલમાન ખાનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે તરત જ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું. જો કે વાત અહીં પુરી નથી થતી, સલમાન ખાને પોતાના ડીલીટ કરેલા ટ્વીટમાં ભૂલ સુધારી છે અને નવી ટ્વીટમાં એ જ લાઈન્સ પેસ્ટ કરી છે. ત્યારબાદ હવે તેના ટ્વીટમાં લખ્યું છે કે, મેં હમણાં જ કિરણ રાવની ‘Laapataa Ladies’ જોઈ. વાહ, વાહ કિરણ. મેં અને મારા પિતાએ ખૂબ આનંદ કર્યો. મહાન કામ. તમે મારી સાથે ક્યારે કામ કરશો?
Just saw Kiran Rao’s Laapataa Ladies. Wah wah Kiran. I really enjoyed it n so did my father. superb job. Kab kaam karogi mere saath ?
— Salman Khan (@BeingSalmanKhan) March 14, 2024
હવે ચાહકોની નજર કિરણ રાવના જવાબ પર ટકેલી છે. શું તે સલમાન ખાન સાથે ફિલ્મ કરશે, તેવા સવાલો લોકોના મનમાં ઘૂમવા લાગ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સ્પાય યુનિવર્સ હવે સલમાન ખાનને પઠાણ 2 અને વોર 2માં કેમિયો કરવા ઈચ્છતા નથી. મેકર્સ હવે નથી ઈચ્છતા કે સલમાન આવા નાના રોલ કરે.