ટ્રેન્ડિંગમનોરંજન

સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરાનો ભયંકર અકસ્માત, હોઠની હાલત જોઈ ધ્રુજી જશો

મુંબઈ, 30 જાન્યુઆરી 2025: સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરાનો ભયંકર અકસ્માત થયો છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર લોકોને હચમચાવી રહી છે. શ્વેતા પહેલી તસવીરમાં હોસ્પિટલના બેડ પર સુતેલી છે તો વળી બીજી તસવીરમાં તે ભયંકર રીતે ઘાયલ થયેલી જોવા મળે છે.

શ્વેતાના અકસ્માતની તસવીરોએ સોશિયલ મીડિયા ખળભળાટ મચાવી દીધો છે. જેમાં તે હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળી રહી છે. શ્વેતાના પગમાં પ્લાસ્ટર છે, હાથમાં સપોર્ટ છે અને હોઠ પર પટ્ટીઓ લગાવેલી છે. તો વળી બીજી તસવીરમાં તેના હોઠની હાલત દેખાડી છે. જેને જોઈને ભલભલાને રુંવાડા ઊભા થઈ જાય.

પોતાની આવી હાલત વિશે જણાવતા શ્વેતાએ કહે છે કે, “જીવન સરપ્રાઈઝથી ભરેલું છે, એક ક્ષણે તમે કલ હો ન હો ગણગણાવી રહ્યા હોવ છો અને તમારા દિવસનું પ્લાનિંગ કરી રહ્યા હોવ છો અને બીજી જ ક્ષણે જીવન એ કહે છે કે , મારી ચા પકડો અને આપના માટે એક બાઈક મોકલી દઉં છું. મારી કોઈ ભૂલ ન હોવા છતાં મેં ખુદને ચાલવાની જગ્યાએ ઉડતી જોઈ. અને સીધા જબરદસ્તી આરામ કરવાની હાલતમાં પહોંચી ગઈ.”

 

View this post on Instagram

 

A post shared by Shweta Rohira (@shwetarohira)

તેણે આગળ લખ્યું છે કે, “તૂટેલા હાડકા, ઈજા અને બેડ પર અંતહીન કલાકો, આ મારી ટૂ ડૂ લિસ્ટમાં નહોતું, પણ કદાચ બ્રહ્માંડે વિચાર્યું કે, મને ધૈર્યનો પાઠ ભણાવવાની જરુર છે અથવા હું ઈચ્છતી હતી કે હું ખુદના મિની સોપ ઓપેરામાં એક્ટિંગ કરુ, જેમાં હોસ્પિટલનું ડ્રામા હોય. સત્ય તો એ છે કે ક્યારેક ક્યારેક જીવન આપણને તોડવા માટે હલાવી નાખે છે, પણ આપણને મજબૂત બનાવવા માટે. આખરે, ડિસ્ટ્રક્શનથી જ કંસ્ટ્રક્શનનું કામ શરુ થાય છે અને જ્યારે તે હાલમાં ખૂબ દર્દનાક છે, મને ખબર છે કે આ ફક્ત એક ચેપ્ટર છે, આખી કહાની નથી.”

શ્વેતા આગળ લખે છે કે, “તો હું અહીં છું, વિશ્વાસ સાથે જીવી રહી છું, આશાને થામેલી, દર્દની વચ્ચે હસી રહી છું અને ખુદને યાદ અપાવતી રહી છું કે આ પણ વીતી જશે. જીવનમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. પણ જેમ કે ફિલ્મોમાં કહેવાય છે તેમ પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત!”

પુલકિત સમ્રાટ સાથે 2015માં થયા હતા તલાક

અહીં ઉલ્લેખનિય છે કે, પુલકિત સમ્રાટે 3 નવેમ્બર 2014ના રોજ શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા અને નવેમ્બર 2015માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તો વળી શ્વેતાએ ફરીથી લગ્ન ન કર્યા, પણ પુલકિતે 2024માં કૃતિ ખરબંદા સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો: સોના- ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો: સોનાનો ભાવમાં 1000 રૂપિયા સુધી વધ્યો

Back to top button