ટ્રેન્ડિંગમનોરંજન

સિકંદરના સેટ પરથી લીક થઈ તસવીરો, રશ્મિકા સાથે શૂટિંગ કરતો દેખાયો સલમાન ખાન

Text To Speech

હૈદરાબાદ, 5 નવેમ્બર :  સલમાન ખાન હાલમાં જ સિકંદરના શૂટિંગ માટે હૈદરાબાદ ગયો હતો. ત્યાં તે હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. એક તરફ સલમાન આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે તો બીજી તરફ તેને ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી છે.

મુંબઈ ટ્રાફિક કંટ્રોલ સેલને નવો ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મોકલવામાં આવી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાન કાં તો તેના મંદિરમાં જઈને માફી માંગે અથવા 5 કરોડ રૂપિયા આપે. જો આમ નહીં કરે તો સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

શૂટીંગનો વીડિયો વાયરલ થયો
ધમકીઓ વચ્ચે  અભિનેતા તાજ ફલકનુમા પેલેસમાં સિકંદર માટે શૂટિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ત્યાં સુરક્ષા ખૂબ જ કડક છે. આ હોવા છતાં, ચાહકો અંદરની તસવીરો અને વીડિયો લેવામાં સફળ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ સલમાન ખાનના ફેન્સ પણ પેલેસની બહાર એકઠા થયા છે અને તેમની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે.

એક વીડિયો સામે આવ્યો છે, જે સિકંદરના સેટનો છે. આમાં ક્રૂ મેમ્બરો દેખાઈ રહ્યા છે. ઉપરાંત, ત્યાં એક મોનિટર રાખવામાં આવ્યું છે, જેમાં રશ્મિકા મંદન્ના દેખાય છે. જોકે, આમાં અભિનેતા ક્યાંય દેખાતો નથી. મળતી માહિતી મુજબ સલમાન પણ ત્યાં શૂટિંગ કરી રહ્યો છે તથા સલમાન અને રશ્મિકા ત્યાં સિકંદરના એક મહત્વપૂર્ણ સીનનું શૂટિંગ કરી રહ્યા છે.

ફેને સલમાન સાથે સેલ્ફી શેર કરી હતી
ફિલ્મના સેટ પરથી અન્ય એક તસવીર પણ સામે આવી છે, જેમાં  ભાઈજાન તેના એક ફેન સાથે પોઝ આપતો જોવા મળે છે. આ તસવીર સિકંદર ઈદ 2025 નામના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કરવામાં આવી છે. તમામ ધમકીઓ વચ્ચે પણ સલમાન ખાન એકદમ શાંત દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : પેન્શનરો માટે અમદાવાદમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન: નોંધી લો આ તારીખ

Back to top button