ભાઈજાને કરી બાપ્પાની આરતી, કેટરિના-વિકી કૌશલ પણ રહ્યા હાજર


દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પોતાના ઘરે ગણેશજી બિરાજમાન કર્યા હતા. ગણેશ ચતુર્થીના દિવસે અર્પિતા તથા આયુષે મુંબઈ સ્થિત પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. સલમાન ખાને આરતી ઉતારી હતી. અર્પિતાના ઘરે કેટરીના કૈફ, વિકી કૌશલ, જેનેલિયા તથા રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સ આવ્યા હતા.

સલમાને સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
સલમાન ખાને સો.મીડિયામાં ગણેશોત્સવના સેલિબ્રેશનનો વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બાપ્પાની આરતી ઉતારતો જોવા મળ્યો હતો. પરિવારના સભ્યો તથા મિત્રો પણ હતા. અર્પિતાએ આખા ઘરને ફૂલોથી ડેકોરેટ કર્યું હતું.
View this post on Instagram
સલમાન ખાન કૂલ લુકમાં જોવા મળ્યો હતો. તે વ્હાઇટ શર્ટ તથા બ્લૂ જીન્સમાં હતો. કેટરીનાએ પીળા રંગનો શરારા પહેર્યો હતો અને વિકી કૌશલે પીળા રંગના કુર્તા-ચૂડીદારમાં હતો. બંનેએ અર્પિતાના ઘરની બહાર પોઝ આપ્યો હતો. કેટરીનાની બહેન ઈઝાબેલ પણ આવી હતી.
