ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત મળતી ધમકીનો નથી ડર !

Text To Speech

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાલમાં જ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જેલમાંથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વખતે અભિનેતાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. બીજી તરફ, સલમાનની સતત ધમકીઓને કારણે તેનો પરિવાર, મિત્રો અને ચાહકો તેની સુરક્ષાને લઈને તણાવમાં છે. જોકે, સલમાન ખાન આ ધમકીઓથી બિલકુલ ચિંતિત નથી.

ધમકીઓથી સલમાન ખાનને કોઈ ફરક પડતો નથી

સલમાન ધમકીને ખૂબ જ હળવાશથી લઈ રહ્યો છે.સલમાન ખાનના પરિવારના એક પણ સભ્યના ચહેરા પર ડર દેખાતો નથી. સલમાનના પિતા સલીમ ખાન બહારથી ખૂબ જ શાંત રહે છે.

કડક સુરક્ષાની વિરુદ્ધમાં સલમાન ખાન

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાન કડક સુરક્ષાની વિરુદ્ધ હતો. સલમાનને લાગે છે કે જો તે ધમકી પર ધ્યાન આપશે તો, ધમકી આપનારને એવું લાગશે કે તે તેના ઈરાદામાં સફળ થયો છે. સતત મળતી ધમકીઓને લઈ સલમાનનું કહેવું છે કે, જે સમયે જે થવાનું હશે તે થશે.

આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસ સક્રિય, સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા

જો કે, પારિવારીક દબાણના કારણે સલમાને તેની ઈદ પર રિલીઝ થનારી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પોસ્ટ-પ્રોડક્શનના કામ સિવાય તમામ આઉટિંગમાં ઘટાડો કર્યો છે.

બિશ્નોઈ ગેંગ તરફથી અનેકવાર અપાઈ ધમકી

સલમાન ખાનને Black Buck શિકાર કેસને લઈને બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી આપેલા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેનો હેતુ સલમાન ખાનને મારવાનો છે. તેણે કહ્યું હતું કે તેનું મન બાળપણથી જ સલમાન ખાન માટે ગુસ્સાથી ભરેલું છે. બિશ્નોઈએ એમ પણ કહ્યું હતું કે સલમાને બિકાનેરના મંદિરમાં જઈને પોતાના સમુદાયની માફી માંગવી જોઈએ, નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.

Back to top button