ટ્રેન્ડિંગમનોરંજન

સલમાન ખાને ધમકીઓ વચ્ચે પોતાની સુરક્ષા વધારી, ખરીદી બુલેટપ્રૂફ કાર

Text To Speech

છેલ્લા કેટલાક મહિનામાં સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ અને ગેંગ તરફથી ઘણી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. સતત ધમકીઓ મળ્યા બાદ અભિનેતાને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સાથે જ સલમાને પોતે પણ તેની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી છે.

સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ કાર

સલમાને એક મોંઘી બુલેટ પ્રુફ કાર ખરીદી છે. અભિનેતા ઘણીવાર સફેદ રંગની લક્ઝુરિયસ કારમાં મુસાફરી કરતો જોવા મળે છે. સલમાનની આ મોંઘીદાટ કાર બુલેટપ્રૂફ નિસાન પેટ્રોલ એસયુવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર હાલમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી અને જેથી સલમાને પોતાના માટે બહારથી ખાસ મંગાવી છે.

Salman Khan and Lawrence Bishnoi
Salman Khan and Lawrence Bishnoi

શું છે સલમાનની બુલેટપ્રૂફ કારની ખાસિયત

સલમાન ખાનની બુલેટપ્રૂફ કાર કથિત રીતે B6 અથવા B7 લેવલની સુરક્ષાની છે. B6 બેલેસ્ટિક પ્રોટેક્શન અને 41 મીમી જાડા કાચ પર હાઈ પાવરવાળી રાઇફલ દ્વારા હુમલો કર્યા પછી પણ અંદર બેસેલા વ્યક્તિને સુરક્ષિત રાખે છે જ્યારે 78 મીમી જાડા કાચ સાથેનો B7 armour-piercing રાઉન્ડથી અંદર બેસેલા વ્યક્તિને બચાવે છે. આ કાર હવે સલમાન ખાનની અગાઉની ટોયોટા લેન્ડ ક્રુઝર LC200નું સ્થાન લેશે. જેને બખ્તર અને બુલેટપ્રૂફ ગ્લાસથી મોડિફાઇડ કરવામાં આવી હતી.

સલમાનને બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર તરફથી ધમકીઓ મળી

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારપછી બિશ્નોઈના સહયોગી ગોલ્ડી બ્રારે પણ સલમાનને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો, જેમાં સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સલમાનના પર્સનલ આસિસ્ટન્ટ જોર્ડી પટેલને મેઈલ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનના નજીકના મિત્ર પ્રશાંત ગુંજલકરે દાવો કર્યો હતો કે જ્યારે તે અભિનેતાની બાંદ્રા ઓફિસની મુલાકાતે ગયો ત્યારે તેણે જોર્ડન પટેલના ઈનબોક્સમાં ધમકીભર્યો ઈમેલ જોયો હતો, જેને લઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Back to top button