‘Tiger 3’ના સેટ પર સલમાન ખાનને ઈજા, ફોટો શેર કરીને લખ્યું- ‘ટાઈગર ઘાયલ છે’


બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બાદ હવે તેની નવી ફિલ્મ ‘Tiger 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે સલમાને ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રીસન્ટલી સલમાન ખાને જણાવ્યું કે તે ”Tiger 3’ના સેટ પર ઘાયલ થયો છે.

‘Tiger 3’ના સેટ પર સલમાન ઘાયલ
સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ ‘Tiger 3’ના સેટ પરના તેના લેટેસ્ટ ફોટોની એક ઝલક બતાવી છે, જેમાં તેનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેના ડાબા ખભા પર પેઈન રિલીવિંગ પેચ જોવા મળે છે. સલમાને કેપ્શનમાં જણાવ્યું કે કેવી રીતે તેના ખભામાં ઈજા થઈ. તેણે લખ્યું, ‘જ્યારે તમને લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી લીધો છે, ત્યારે તે કહે છે કે દુનિયા છોડી દો અને મને પાંચ કિલોનો ડમ્બેલ બતાવો. # Tiger ઘાયલ છે. ‘Tiger 3′.’
ફેન્સે સલમાન ખાન માટે ચિંતા વ્યક્ત કરી
ફોટામાં સલમાન ખાનની આ હાલત જોઈને ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, ‘જલ્દી સ્વસ્થ થઈ જાઓ’. બીજા યુઝરે લખ્યું- ‘તમારુ ધ્યાન રાખો’. જ્યારે અન્ય એક ફેન્સે લખ્યું કે, શિકાર કરવા માટે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. તો અન્ય એક ફેન્સે લખ્યું, ‘ઘાયલ ટાઈગર તેનાથી પણ વધુ ખતરનાક છે.’
View this post on Instagram
‘ટાઈગર 3’ સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ
મહત્વનું છે કે, સલમાન ખાનની ‘ટાઈગર 3’ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. આમાં અભિનેતાની સામે કેટરિના કૈફ જોવા મળશે. ઈમરાન હાશ્મી ‘ટાઈગર 3’માં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે. આ ફ્રેન્ચાઈઝીના છેલ્લા બે ભાગ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ સુપરહિટ સાબિત થયા હતા.