હોસ્પિટલની બહાર પાપારાઝી પર ભડક્યા સલમાન ખાન, બાદમાં માફી માંગતા ફોટોગ્રાફર્સને આપ્યો જવાબ
Salman Khan got angry at paparazzi: સલમાન ખાન અને પપારાઝી વચ્ચે થયેલી તીખી બોલાચાલી હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. બુધવારે રાત્રે અભિનેતારિતેશ દેશમુખની ફિલ્મ પાર્ટીમાં પહોંચ્યા હતા, જ્યાં પાપારાઝીએ સલમાન ખાન પાસે માફી માંગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ, રિતેશ દેશમુખે પોતાની ફિલ્મ ‘રાજા શિવાજી’ની સફળતા નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું હતું. સલમાન ખાન જ્યારે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા ત્યારે રિતેશ તેમને રિસીવ કરવા આવ્યા હતા અને બંનેએ પપારાઝી સામે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન કેટલાક ફોટોગ્રાફર્સ સલમાન પાસે માફી માંગતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
વીડિયોમાં સલમાન ખાને પાપારાઝીને “જોરથી બોલો” કહેતા સાંભળવા મળે છે. ત્યારબાદ પપારાઝી તેમને ઘેરીને માફી માંગવા લાગ્યા હતા. સલમાને તેમની માફી સ્વીકારી હતી અને સમજાવ્યું હતું કે તેઓ મંગળવારે હોસ્પિટલ શા માટે ગયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અભિનેતાએ જણાવ્યું કે તેમના એક નજીકના વ્યક્તિની પત્નીની તબિયત ખૂબ જ ગંભીર હતી અને તે સમયે તેઓ P. D. Hinduja Hospital પહોંચ્યા હતા. સલમાનના જણાવ્યા પ્રમાણે, હોસ્પિટલની બહાર પપારાઝી ફોટા લેવા માટે બૂમાબૂમ કરી રહ્યા હતા, જેના કારણે તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
આ પહેલા મંગળવારે રાત્રે સલમાન ખાન જ્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે પપારાઝી સતત તેમનું નામ બોલાવી ફોટા લેવા માંગતા હતા. આ પરિસ્થિતિથી નારાજ થયેલા સલમાને ત્યાં જ ફોટોગ્રાફર્સ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
ઘટના બાદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર પણ અનેક પોસ્ટ શેર કરી હતી. એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “હોસ્પિટલ બહાર ઉભા રહી કોઈના દુઃખનો આનંદ ન લો. ફોટો જરૂરી છે કે જિંદગી?” તેમણે વધુમાં કહ્યું હતું કે લોકોના દુઃખમાંથી પૈસા કમાવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી.
સલમાન ખાનની આ પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો અભિનેતાનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે કેટલાકનું માનવું છે કે પબ્લિક ફિગર હોવાને કારણે આવી પરિસ્થિતિમાં શાંતિ રાખવી જોઈએ.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં આજે ફરી ચૂંટણી: ફાલ્ટા વિધાનસભામાં મતદાન શરુ, જાણો કેમ ફરી વાર યોજાઈ રહી છે ચૂંટણી











