સલમાન ખાને પરિવાર સાથે ઉજવ્યો બહેન અર્પિતાનો બર્થડે, જુઓ ઈનસાઈડ તસવીર અને વીડિયો


- આજે સલમાનખાનની બહેન અર્પિતાનો બર્થડે છે. બંને ભાઈ-બહેનનો સંબંધ અતૂટ છે. સલમાન ખાન, સોહેલ ખાન સહિત સમગ્ર પરિવારે મળીને બહેનનો જન્મદિવસ ઉજવ્યો છે
3 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના કરોડો ફેન્સ છે. સલમાન ખાન તેના પરિવાર સાથે પણ ગજબનું બોન્ડિંગ ધરાવે છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ ખૂબ પોપ્યુલર છે. બંને ભાઈ-બહેનનો સંબંધ અતૂટ છે. હંમેશા બંનેને ઈવેન્ટ્સ, એવોર્ડ ફંકશન કે પારિવારિક સમારોહમાં જોઈ શકાય છે. આજે 3 ઓગસ્ટના રોજ અર્પિતાનો બર્થડે છે.
સેલિબ્રેશનમાં સામેલ થયો ખાન પરિવાર
આવા સમયે સલમાન ખાન કેવી રીતે પાછળ રહી શકે. સલમાન ખાન, સોહેલ ખાન સહિત સમગ્ર પરિવારે મળીને બહેનનો જન્મદિવસ ઉજવ્યો છે. આ અવસરે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખાન પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા.
આ સેલિબ્રેશનની ઈનસાઈડ તસવીરો સામે આવી છે. જેમાં અર્પિતા 4 ફલોરની કેક કાપી રહી છે. તેની આસપાસ આયુષ શર્મા, સોહેલ ખાન, સલમાન તેની બહેન અલવીરા અને મા સલમા પણ જોવા મળી રહી છે.
View this post on Instagram
ઈનસાઈડ વીડિયોમાં જોવા મળ્યા સેલેબ્સ
આ ઈનસાઈડ વીડિયોમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોજા જોવા મળ્યા છે. રિતેશ દેશમુખે અર્પિતાના બર્થડે બેઝનો ઈનસાઈડ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં બર્થડે ગર્લ ભાઈ સલમાન સહતિ પતિ અને બાળકોને કેક ખવડાવતી જોઈ શકાય છે. વીડિયોમાં સલમાનની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂર પણ જોઈ શકાય છે.
અર્પિતાએ 2014માં કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે અર્પિતા ખાનના લગ્ન આયુષ શર્માની સાથે વર્ષ 2014માં થયા હતા. આયુષ શર્મા હિમાચલ પ્રદેશના કેબિનેટ પ્રધાન અનિલ શર્માનો દીકરો છે. અર્પિતા અને આયુષની પહેલી મુલાકાત વર્ષ 2011માં એક પાર્ટીમાં કોમન ફ્રેન્ડ્સ દ્વારા થઈ હતી. ત્યારબાદ બંનેએ અનેક વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. 2019માં લગ્ન બાદ આજે તેમના બે બાળકો આહિલ અને અયાત છે.
આ પણ વાંચોઃ બિગ બોસ ઓટીટી 3 વિજેતા બની સના મકબૂલ, ટ્રોફી સાથે જીત્યા 25 લાખ રૂપિયા