સલમાન ખાને પરિવાર સાથે ઉજવી ઈદ, ભાઈજાન માતા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો
દેશભરમાં બકરી ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને પણ પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી છે. ઈદના અવસર પર સલમાન ખાને પોતાના ફેન્સ સાથે ખૂબ જ ક્યૂટ ફેમિલી ફોટો શેર કર્યો છે. જેના પર ચાહકો ખુલ્લેઆમ પ્રેમ વરસાવી રહ્યા છે.
સલમાન ખાને ઈદ પર ફેમિલી ફોટો શેર કર્યો
સલમાન ખાને આ પરિવારની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે તેની બે બહેનો, ભાઈ, માતા અને પિતા સલીમ ખાન સાથે કેમેરા માટે પોઝ આપી રહ્યો છે. તસવીરમાં સલમાનના માતા-પિતા, સોહેલ અને બહેન સોફા પર બેઠા છે. જ્યારે સલમાન, અરબાઝ અને અર્પિતા સોફાની પાછળ ઉભા છે. ફોટોમાં, સલમાન તેની માતાને ગળે લગાડતી વખતે કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો છે.
કૅપ્શનમાં ચાહકોને ઈદની શુભેચ્છા
પરિવારનો આ અદ્ભુત ફોટો શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું- “Eid-Ul-Adha મુબારક”. સલમાનની આ પોસ્ટ પર માત્ર તેના ફેન્સ જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ કમેન્ટ્સ દ્વારા તેને ઈદની શુભકામનાઓ આપી રહ્યા છે. ફોટો પર કોમેન્ટ કરતાં ગોવિંદાની ભત્રીજી અને અભિનેત્રી આરતી સિંહે લખ્યું- ‘ઈદ મુબારક સર..’ આ સિવાય બિગ બોસમાં ભાગ લેનાર અબ્દુ રોજિકે પણ અભિનેતાની પોસ્ટ પર કોમેન્ટ કરી અને લખ્યું- ‘ઈદ મુબારક ભાઈજાન..’
બહુ જલ્દી આ ફિલ્મમાં સલમાન ખાન જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન છેલ્લે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જેમાં શહનાઝ ગીલે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હવે ખૂબ જ જલ્દી અભિનેતા કેટરિના કૈફ સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. અભિનેતાના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.