સલમાન ખાનને આતંક સંબંધી ગુનાઓ બદલ NIA દ્વારા રવાંડાથી ભારત લવાયો
- NIAના અનુરોધ પર CBIએ તા. 02 ઓગસ્ટના રોજ ઇન્ટરપોલથી આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી
નવી દિલ્હી, 28 નવેમ્બર: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ગ્લોબલ ઑપરેશન સેન્ટરે આતંકવાદ સંબંધિત ગુનાઓ માટે NIA દ્વારા વોન્ટેડ સલમાન રહેમાન ખાનને રેડ નોટિસ અંતર્ગત ઇન્ટરપોલ ચેનલો મારફતે રવાંડાથી ભારત પરત લાવવામાં આવ્યો છે. આ મામલે NIA અને કિગાલીની ઇન્ટરપોલ રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો વચ્ચે ગાઢ સંકલન થયું છે.
🚨 BIG SUCCESS FOR INDIAN AGENCIES 🔥
CBI along with NIA brings back ‘Wanted’ LeT terrorist Salman Rehman Khan from Rwanda 🎯
Salman was involved in Terror activities in Bengaluru. pic.twitter.com/qUgb3m6MH4
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 28, 2024
સમગ્ર મામલો શું છે? જાણો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુનાહિત ષડયંત્રના ગુનાઓ, આતંકવાદી સંગઠનના સભ્ય હોવાના અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા તેમજ આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓ સંબંધિત કેસ નંબર RC28/2023/NIA/DLI નોંધ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો સભ્ય હોવાને કારણે સલમાન રહેમાન ખાને બેંગલુરુ શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વધારવા માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો પ્રદાન કરાવવામાં મદદ કરી હતી. બેંગલુરુ શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં FIR 149/2023 પણ નોંધવામાં આવી હતી.
RED NOTICE SUBJECT SALMAN REHMAN KHAN WANTED BY NIA FOR TERROR RELATED OFFENCES RETURNED TO INDIA FROM RWANDA VIA INTERPOL CHANNELS pic.twitter.com/Y3JCmJAuTa
— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) November 28, 2024
NIAના અનુરોધ પર CBIએ તારીખ 02 ઓગસ્ટના રોજ ઇન્ટરપોલથી આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી અને વોન્ટેડ ગુનેગારને ટ્રેક કરવા માટે વૈશ્વિક સ્તરે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી. જે બાદ કિગાલીની ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરોની સહાયથી આ વ્યક્તિ રવાંડામાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ NIAની એક સુરક્ષા ટીમ દ્વારા આજે તારીખ 28 નવેમ્બરના રોજ તેને ભારત પરત લાવવામાં આવ્યો છે.
અન્ય મોટા મામલે પણ સફળતા પ્રાપ્ત થઈ
તાજેતરમાં, CBIને વધુ બે રેડ નોટિસ સબ્જેક્ટસને ભારતમાં લાવવામાં સફળતા મળી છે. જેમાં બરકત અલી ખાન અને રૈહાન અરબિકલારિક્કલના નામ સામેલ છે.
- બરકત અલી ખાનઃ આ આરોપી CBI કેસ RC 1(S)2012CBI/SCB/મુંબઈમાં વોન્ટેડ હતો. તેના પર રમખાણો અને વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ છે. તેને 14 નવેમ્બર 2024ના રોજ સાઉદી અરેબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. CBIને 06.12.2022ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ વિષય પર રેડ નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી.
- રૈહાન અરબિકલારિક્કલ: આ આરોપી કેરળ પોલીસ કેસ નંબર 331/2022માં સગીર સાથે દુષ્કર્મ અને જાતીય શોષણ માટે વોન્ટેડ હતો. તેને 10 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. કેરળ પોલીસના અનુરોધ પર CBIએ 27-12-2023ના રોજ આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. રિયાધની ઇન્ટરપોલ નેશનલ સેન્ટ્રલ બ્યુરોની સહાયથી સાઉદી અરબમાં તેનું જિયોલોકેશન મળી આવ્યું હતું.
ભારતમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો તરીકે CBI INTERPOL ચેનલો સહકાર માટે ભારતમાં તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) સાથે નજીકથી સંકલન કરે છે. 2021થી, આ વર્ષે 26 સહિત 100 જેટલા વોન્ટેડ ગુનેગારોને ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને ભારત પરત લાવવામાં આવ્યા છે.
આ પણ જૂઓ: દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ફ્રોડના કેસમાં અધિકારીઓએ પાડ્યા હતા દરોડા