HD ન્યુઝ ડેસ્ક: સલમાન ખાન તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. અભિનેત્રી પલક તિવારીએ કિસી કા ભાઈ કિસી કી જાનથી ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીએ તેના ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે સલમાને તેના સેટ પર એક નિયમ બનાવ્યો હતો કે છોકરીઓ નેકલાઇનથી નીચે ડ્રેસ પહેરે નહીં. અભિનેત્રીના આ નિવેદન બાદ ઘણો હંગામો થયો હતો. હવે આ મામલે સલમાન ખાને મૌન તોડ્યું છે.
એક મીડિયા ઈન્ટરવ્યુમાં સલમાનને પૂછવામાં આવ્યું હતું કે શું તેની હિરોઈનોને સેટ પર એવી સૂચના આપવામાં આવે છે કે તેમણે યોગ્ય કપડાં પહેરીને આવવું જોઈએ અને કોઈની પાસે ડીપ નેકલાઈન ન હોવી જોઈએ? આના પર સલમાને કહ્યું, ‘જ્યારે તમે સારી ફિલ્મ બનાવો છો, ત્યારે તે ફિલ્મ આખું પરિવાર સાથે બેસીને જોવે છે .’ તેણે વધુમાં કહ્યું હતું કે ‘મહિલાઓનું શરીર ખૂબ જ મૂલ્યવાન છે, તેથી મને લાગે છે કે તે જેટલું વધારે ઢાંકવામાં આવશે તેટલું સારું રહેશે’.
જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે તે આજના લોકોને શું શીખવે છે, તો તેણે કહ્યું કે ‘ક્યારેક લોકોનો ઈરાદો બગડી જાય છે, તેથી અમે પ્રયાસ કરીએ છીએ કે જ્યારે અમે કોઈ ફિલ્મ બનાવીએ ત્યારે અમે તેમને અમારી મહિલાઓને નુકસાન પહોંચાડવાની તક ન આપીએ.”
સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મે વીકએન્ડ સુધી સારું કલેક્શન કર્યું હતું, પરંતુ સપ્તાહના દિવસો આવ્યા બાદ ફિલ્મની કમાણી સતત ઘટી રહી છે. હાલત એ છે કે 8માં દિવસે ફિલ્મે 2 કરોડની આસપાસ કલેક્શન કર્યું હતું. આ રીતે શુક્રવાર સુધી ફિલ્મે 92 કરોડનું કલેક્શન કર્યું હતું.
આ પણ વાંચો: વિવેક અગ્નિહોત્રીએ ફરી ફિલ્મ ઉદ્યોગમાં કોહરામ મચાવ્યો, ફિલ્મફેર એવોર્ડ્સ લઈને આપી દીધું મોટું નિવેદન