ટ્રેન્ડિંગમનોરંજન

સલમાને કરી મોટી ફિલ્મની જાહેરાત, ગજની ફેમ ડિરેક્ટર સાથે મિલાવ્યો હાથ

Text To Speech
  • બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને છેલ્લે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળ્યો હતો અને તેણે પોતાની આગામી ફિલ્મ માટે સાઉથના પ્રખ્યાત ફિલ્મમેકર એઆર મુરુગદોસ સાથે હાથ મિલાવ્યા છે. સલમાને ફિલ્મના નામ વિશે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

મુંબઈ, 12 માર્ચઃ બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન પોતાના ફેન્સનું દિલ જીતવામાં અવ્વલ છે. તે એક પછી એક નવા રોલથી ચાહકોનું દિલ જીતી લે છે. સલમાન ખાન પોતાની સ્ટાઈલ અને ડેશિંગ સ્ટાઈલ માટે પણ ફેન્સમાં ફેમસ છે. અભિનેતાની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ છવાઈ જાય છે. ચાહકો તેને જોવા થિયેટરમાં પહોંચી જાય છે. હવે અભિનેતાએ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. તે ટૂંક સમયમાં જ તેના ફેન્સને નવી ફિલ્મમાં જોવા મળશે. સલમાને આ ફિલ્મ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ દિવસે રીલીઝ થશે ફિલ્મ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને છેલ્લે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળ્યો હતો અને તેણે પોતાની આગામી ફિલ્મ માટે સાઉથના પ્રખ્યાત ફિલ્મમેકર એઆર મુરુગદોસ સાથે હાથ મિલાવ્યા છે. ફિલ્મના નામ વિશે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ ફિલ્મ 2025ની ઈદ પર રીલીઝ થવાની છે. આજે સલમાન ખાને ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી હતી.

સલમાને શું કર્યું ટ્વીટ?

પ્રતિભાશાળી એઆર મુરુગદોસ અને મારા મિત્ર સાજિદ નડિયાદવાલા સાથે ખૂબ જ રોમાંચક ફિલ્મ માટે જોડાઈને ખુશીનો અનુભવ કરી રહ્યો છું. ફિલ્મ 2025ની ઈદ પર રીલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ ‘તમાશા’, ‘જુડવા’, ‘મુઝસે શાદી કરોગી’, ‘કિક’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત સાજિદ નડિયાદવાલા કરશે. એક આર. મુરુગદોસે ઘણી હિટ ફિલ્મો બનાવી છે, જેમાં ‘ગજની’, ‘હોલિડેઃ અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી’ અને બીજી ઘણી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ત્રણ દિવસ બાદ બનશે મહાલક્ષ્મી યોગ, 15 દિવસ સુધી આ રાશિઓને તગડો લાભ

Back to top button