ટ્રેન્ડિંગમનોરંજન

સલમાન અને ત્રિશાની જોડી બને તે પહેલા જ તૂટી, સાઉથની આ અભિનેત્રીએ ‘ધ બુલ’માં કરી રીપ્લેસ

Text To Speech

04 જાન્યુઆરી 2023: સુપરસ્ટાર સલમાન ખાન નવા વર્ષમાં ધૂમ મચાવવા માટે સખત મહેનત કરતો જોવા મળે છે. ગયા વર્ષે તેની બે ફિલ્મો રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં, સલમાન ખાન નવા વર્ષમાં ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કરણ જોહરની સાથે તે ‘ભાઈજાન ધ બુલ’ માટે સખત મહેનત કરી રહ્યો છે. સલમાન ખાન વર્ષ 2024માં દર્શકો સમક્ષ એક એવી ફિલ્મ રજૂ કરવા માંગે છે, જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે.

Trisha krishnan and Samantha

કરણ જોહરની આ ફિલ્મ માટે સલમાન ખાન ખૂબ જ સિરિયસ છે અને કોઈપણ પ્રકારની મહેનત કરવા તૈયાર છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં સાઉથની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન જોવા મળશે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ત્રિશાનું નામ હતું.

આ અભિનેત્રીએ ‘ધ બુલ’માં કરી રીપ્લેસ

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સલમાનની ફિલ્મ માટે એક મોટી અભિનેત્રીની વિચારણા કરવામાં આવી રહી છે, પરંતુ તેની જગ્યાએ ત્રિશા કૃષ્ણનને લેવામાં આવી છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી નવી માહિતી સામે આવી છે. સ્ટાર કાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ત્રિશા કૃષ્ણનની જગ્યાએ દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને લેવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જો આ અહેવાલો સાચા સાબિત થશે તો આ ફિલ્મમાં સલમાન-સમંથાની ફ્રેશ જોડી જોવા મળી શકે છે.

સામંથા સિરીઝથી ચર્ચામાં આવી હતી

સમંથાએ મનોજ બાજપેયી સાથે વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં કામ કર્યું હતું. આ સિરીઝ દ્વારા તેણે દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું. જો કે સામંથા દક્ષિણમાં ખૂબ પ્રખ્યાત છે. પુષ્પા – ધ રાઇઝ ફિલ્મના આઈટમ સોંગથી તે ચર્ચામાં આવી હતી.

Back to top button