ગુજરાત

7 કરોડની સુપર માસ્ટર આઇડીથી ક્રિકેટ પર સટ્ટા રમાડનાર મુખ્ય સૂત્રધાર સલમાન અને સિદ્દીક હાલોલથી ઝડપાયા

Text To Speech

વડોદરાઃ હમણાં ચાલી રહેલા IPLની જુદીજુદી મેચ પર 7 કરોડની સુપર માસ્ટર આઇડીથી ક્રિકેટ પર સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી સલમાન ગોલાવાલા અને સિદ્દીક ગોલાવાલાને વડોદરા PCB દ્વારા હાલોલથી ઝડપી લેવામાં આવ્યા છે. સલમાનનું ગોવા સાથે પણ કનેક્શન ખુલ્યું છે.

મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરજમાં એક શખ્સને ઝડપી લીધા બાદ 7 કરોડની સુપર માસ્ટર આઇડીથી સટ્ટો રમાડતો કલ્પેશ બાંભણિયા અમદાવાદથી પકડાયો હતો. જેમાં કલ્પેશે સાત કરોડની સુપર માસ્ટર આઇડી વડોદરાના સલમાન ગોલાવાલાએ અપાવી હોવાનું જણાવ્યું હતું.  જેના આધારે વડોદરા PCB દ્વારા હાલોલ ખાતેથી સલમાન ગોલાવાલા અને સિદ્દીક ગોલાવાલાને ઝડપી લેવામાં આવ્યા છે.

તપાસમાં જાણવા મળેલ ચોંકાવનારા તથ્યો

  • આજથી બે વર્ષ પહેલા સુરત ખાતે રહેતા સંજયભાઇ સાથે સલમાનને ગોવાના એક કસિનોમાં મુલાકાત થઇ હતી. જેની પાસેથી સલમાને સાત લાખની એક માસ્ટર આઇડી લીધી હતી. જેમાં સલમાનનો 80 ટકા અને સંજયનો 20 ટકા હિસ્સો હતો. જેમાં આઠ જેટલા પેટા ગ્રાહકો હતા. આ દરમિયાન વર્ષ 2020-21માં સલમાન વિરૂદ્ઘ વડોદરાના વાડી, બાપોદ, ફતેગંજ, કારેલીબાગ અને જેપી પોલીસ સ્ટેશનમાં જુગાર સંબંધી ગુના નોંધાયા હતા.
  • દોઢ વર્ષ પહેલા વડોદરાના દાંડિયા બજાર આઇડિયા કંપનીના આઉટલેટ પર નોકરી કરતા કલ્પેશ બાંભણિયા સાથે સલમાન ગોલાવાલાનો સંપર્ક થયો હતો. જ્યાં તેને 10 હજાર પગાર  મળતો પરંતુ સલમાને કલ્પેશને 25 હજાર પગારની ઓફર કરી સટ્ટોનું સંચાલન કરવા મનાવી લીધો હતો.
  • માર્ચ 2022માં IPLમાં સંજયભાઇએ પોતાની સટ્ટાની આઇડી  પર કેસો થતાં તેનું નામ બદલી સલમાનને 7 કરોડની લિમિટ કરી આપી હતી. જેમાં સલમાનનું કમિશન 82 ટકા હતાં. જ્યારે સંજયનું કમિશન 12 ટકા.
  • ક્રિકેટના સટ્ટાનો હિસાબ દર સોમવારે અને રવિવાર સાંજે થતા. રૂપિયા વડોદરા અને સુરતમાં સંચાલિત પી.એમ.  આંગડિયા પેઢી દ્વારા લેવડ-દેવડ  થતાં. ઘણી વખત માધવ મગન, રમેશ કાંતી, આર. અશોક નામની આંગડિયા પેઢીમાં પણ રૂપિયાની લેવડ દેવડ થઇ હતી.
Back to top button