- દેશમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલના વેચાણના આંકડા જાહેર થયા
- 2022ના વર્ષ કરતા 2023માં દરેક કેટેગરીમાં વેચાણ વધ્યું
- 2022 કરતા ઓવરઓલ વેચાણમાં 171.32 ટકાનો વધારો નોંધાયો
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલના વેચાણમાં છેલ્લા ત્રણ માસમાં જ 23 ટકાનો ઉછાળો આવ્યો છે. જેમાં ચિપ શોર્ટેજ ઓછી થઈ, બેટરી ફાટવાના પ્રશ્નો હલ થતા લોકો ઈવી તરફ ઢળ્યા છે. ઈવી કારના વેચાણમાં 130.39%, ટુ વ્હીલરમાં 57.71 ટકાનો વાર્ષિક ધોરણે વૃદ્વિ દર છે. વૈભવી કંપનીઓની ઈવી કાર મોંઘીદાટ છતાં સારું વેચાણ થઇ રહ્યું છે. દેશમાં અને ગુજરાતમાં લોકો હવે ધીમે ધીમે ઈલેક્ટ્રોનિક વ્હીકલ તરફ વળી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં ઈવીના વેચાણમાં 23 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે દેશમાં પણ કોમર્શિયલ, પેસેન્જર, ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઈવીના વેચાણમાં 2022ની સરખામણીએ વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: કોરોનાના વધતાં કેસ વચ્ચે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તૈયારીઓ શરૂ
દેશમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલના વેચાણના આંકડા જાહેર કર્યા
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસીએશન ‘ફાડા’એ દેશમાં ઈલેક્ટ્રોનિક વ્હીકલના વેચાણના આંકડા જાહેર કર્યા છે. જેમાં 2022ના વર્ષ કરતા 2023માં દરેક કેટેગરીમાં વેચાણ વધ્યું છે. ગુજરાતના આંકડા અલગ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ ફાડા ગુજરાતના પૂર્વ ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં ઈલેક્ટ્રોનિક વાહનોના વેચાણમાં 23 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં ટુ વ્હીલરનું વેચાણ સારું થયું છે. ચીપ શોર્ટેજ ઓછી થવાના કારણે હવે વાહનોનું ઉત્પાદન વધ્યું છે. બેટરી ફાટવાના પ્રશ્નો હતા તેનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ કારણોસર ગુજરાતમાં ઈવીનું વેચાણ વધ્યું છે.
આ પણ વાંચો: કરજણ: કાળા સોનાનો કારોબાર કરતા 20 વર્ષથી ફરાર દંપતી મુંબઇથી ઝડપાયું
2022 કરતા ઓવરઓલ વેચાણમાં 171.32 ટકાનો વધારો નોંધાયો
ફાડાના આંકડા મુજબ દેશમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલમાં માર્ચ-22માં 1.3 ટકા લેખે 3,718 કારના વેચાણ સામે ફેબ્રુઆરી-23માં 1.6 ટકા વધીને 4,560 અને માર્ચ-23માં 2.6 ટકા વધીને 8,566 કારનું વેચાણ થયું છે. જે વાર્ષિક 130.39 ટકાનો વૃદ્વિદર સૂચવે છે. ઈલેક્ટ્રિક ટુ વ્હીલર કેટેગરીમાં માર્ચ-22માં 4.2 ટકા લેખે 54,400 વાહનોના વેચાણ સામે ફેબ્રુઆરી-23માં 5.2 ટકા વેચાણ વધીને 65,702 વાહનો થયું હતું. જ્યારે માર્ચ-23માં 5.9 ટકા વધીને 85,793 વાહનોનું વેચાણ થયું હતું. વાર્ષિક 57.71 ટકાનો વધારો નોંધાયો છે. ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર કેટેગરીમાં માર્ચ-22માં 48.2 ટકા લેખે 24,823 વાહનોનું વેચાણ થયું હતું. ફેબ્રુઆરી-23માં 48.9 ટકા લેખે 35,667 વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે માર્ચ-23માં 52.1 ટકા લેખે 45,229 વાહનોનું વેચાણ થયું હતું. વાર્ષિક 82.21 ટકાનો વધારો નોંધાયો છે. ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલનું વેચાણ માર્ચ-22માં 0.15 ટકા લેખે 129 એકમનું હતું, તે ફેબ્રુઆરી-23માં 0.23 ટકા વધીને 178 એકમ અને માર્ચ-23માં 0.38 ટકા વધીને 350 એકમ થયું છે. 2022 કરતા ઓવરઓલ વેચાણમાં 171.32 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: 40 વર્ષથી બંધ પડેલી મિલના કામદારોના હકના રૂપિયા માટે મોટી ગેમ રમાઇ
વૈભવી કંપનીઓની ઈવી કાર મોંઘીદાટ છતાં સારું વેચાણ
ઈલેક્ટ્રિક વાહનોમાં ખાસ કરીને ઈવી કારની માગ ખૂબ વધુ છે. હાલમાં અન્ય કંપનીઓ તો ઠીક પરંતુ બીએમડબલ્યુ અને મર્સિડીઝ બેન્ઝ સહિતની વૈભવી કંપનીઓની કારનું પણ સારું એવું વેચાણ થયું છે. આ કંપનીની ઈવી કાર ખૂબ મોંઘીદાટ આવે છે. અતિશય મોંઘી હોવા છતાં પણ આ કંપનીઓની ઈવી કાર વેચાય છે.