ગુજરાત

હર ઘર તિરંગા અંતર્ગત પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ, વોટરપ્રુફ રાખી કવર પણ મળશે

Text To Speech

ભારતીય ટપાલ વિભાગ દ્વારા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે 25 રૂપિયાની કિંમતે રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને વોટરપ્રૂફ રાખી કવરનું પણ 10 રૂપિયાની કિંમતે વેચાણ શરૂ કરાયું છે.

દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ શરૂ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા 13થી 15 ઓગસ્ટ – 2022 દરમિયાન તમામ નાગરીકને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે પોસ્ટલ ડીવીઝનના તાબા હેઠળની નાની મોટી તમામ પોસ્ટ ઓફિસોમાં તારીખ 1લી ઓગષ્ટથી 15 ઓગેસ્ટ સુધી હર ઘર ત્રિરંગ અભ્યાનના ભાગ રૂપે રૂ25ના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે.

10 રૂપિયામાં મળશે વોટરપ્રુફ રાખી કવર
તમામ નાની મોટી પોસ્ટ ઓફિસોમાં જરૂરિયાત મુજબ રાષ્ટ્રધ્વજ મોકલવામાં આવ્યા છે, જ્યાંથી લોકો માત્ર 25 રૂપિયાની કિંમતે ત્રિરંગો ઝંડો ખરીદી શકશે. આ ઉપરાંત રક્ષાબંધનના તહેવાર અંતર્ગત હેડ પોસ્ટ ઓફીસ ખાતે વોટરપ્રુફ રાખી કવર પર વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે, જેનું રૂ. 10 ના ભાવે વેચાણ ચાલુ કરાયું છે.

Back to top button