કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

સૈન્ય ગણવેશ સહિત અન્ય ચીજોનું વેચાણ ગેરકાયદે જાહેર કરાયું

Text To Speech

KUTCH : જિલ્‍લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્‍ય તથા અન્‍ય સશસ્‍ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્‍ત્રો ધારણ કરી અસામાજિક તત્‍વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થવાની સંભાવના રહે છે. જેના કારણે રાષ્‍ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 140170 અને 171માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલ છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્‍યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્‍ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્‍ય ચીજવસ્‍તુઓ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

 

અમિત અરોરા-humdekhengenews

ભારતીય દંડ સંહિતાની કલમ 188ની મુજબ શિક્ષાને પાત્ર થશે

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (CRPC) 1973 (1974ના નં 2 )ની કલમ-144 અન્‍વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવ્‍યું છે કે, જિલ્‍લાની મહેસુલી હદમાં આવેલ વિસ્‍તારમાં કોઇપણ દુકાનોમાં કે કોઇપણ વ્‍યકિતએ સશસ્‍ત્ર દળોનો ગણવેશ કે તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ કરવું નહીં કે ઉપયોગ કરવો નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ 188ની મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.09/01/2024 સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો : ભારતીય સૈન્યના ચોરાયેલા યુનિફોર્મ રાજસ્થાનના પોકરણમાંથી મળી આવ્યા, ચારની ધરપકડ

Back to top button