ગુજરાતમાં આયુર્વેદિક શિરપના નામે નશાકારક પીણાનું વેચાણ શરૂ


- 2300 બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો
- હળવદના ચરાડવા ગામે નશાકારક સિરપની બોટલો ઝડપાઇ
- ગોડાઉનમાં દરોડો પાડી આશરે રૂ.3.5 લાખની કિંમતનો માલ ઝડપાયો
ગુજરાતમાં આયુર્વેદિક શિરપના નામે નશાકારક પીણાનું વેચાણ શરૂ થયુ છે. જેમાં હળવદના ચરાડવા ગામે નશાકારક સિરપની 2300 બોટલ ઝડપાઇ છે. તેમાં SOGએ રૂ.3.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: મહાઠગ અશોક જાડેજાનો એજન્ટ બાડમેરથી ઝડપાયો
2300 બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો
હળવદ તાલુકાના ચરાડવા ગામે આયુર્વેદિક શિરપના નામે નશાકારક પીણાનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી જિલ્લા એસઓજી ટીમને થતા પોલીસે આ બાબતે રહેણાંકના એક મકાનમાં રેડ કરી બિલ વગરની કુલ 2300 બોટલનો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશાકારક પીણાનું ગેરકાયદે થતું વેચાણ વધ્યું છે. તાજેતરમાં અનેક સ્થળોએથી આવી શિરપની બોટલનો જથ્થો ઝડપાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનાં રિસામણાં વચ્ચે છલકાયેલા જળાશયોની સંખ્યા ઘટી
ગોડાઉનમાં દરોડો પાડી આશરે રૂ.3.5 લાખની કિંમતનો માલ ઝડપાયો
મોરબી જિલ્લામાં પણ આ શિરપ કોઈના શરીરમાં જઈને નુકસાન કરે તે પહેલાં જ એસઓજી ટીમે હળવદ પંથકના ચરાડવા ગામે રહેતા રાજેશ સોનગરાના રહેણાંકમકાનના ગોડાઉનમાં દરોડો પાડી આશરે રૂ.3.5 લાખની કિંમતની બિલ વગરની 2300 સીરપની બોટલ કે જેની કિંમત રૂ.3.46.425 નો મુદ્દામાલ કબજે કરી રાજેશ ડાયાભાઇ સોનગરા રહે. ચરાડવાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ એસઓજીની ટીમે આ જથ્થો ક્યાંથી આવ્યો ? કેટલા સમયથી વેચાતો હતો ? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.