ગુજરાત

સલાયા મરીન પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં

Text To Speech

જામનગરઃ સલાયા મરીન પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા ત્રણ શખ્સોને ઝડપી લીધાં હતાં. આ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડમાં સંડોવાયેલાં અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક ચોધરી દ્વારા નકલી દસ્તાવેજો બનાવતા આરોપીને શોધવા સુચના મળતા સલાયાના મરીન પોલીસના એએસઆઇ નગાભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ જોગલભાઇ અને વિપુલભાઇ ડાંગરને મળેલ બાતમીને આધારે પીઆઇ અક્ષય પટેલ સહિતના સ્ટાફ દ્વારા સલાયાના અબ્દુલ ઓસમાણ બારોયા, બીલાલ હારૂન સંભણિયાતથા મામદહુશેન હુંદળા નામના ત્રણ શખ્સોને અલગ અલગ નામના અને અલગ અલગ નંબરના બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ઝડપી લીધાં હતાં. પુછપરછ દરમ્યાન જાકીર જુસબ સંઘારનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

Back to top button