સાળંગપુર : કષ્ટભંજનદેવના 176મા પાટોત્સવની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે થશે ભવ્ય ઉજવણી
- કાર્યક્રમ અંતર્ગત દાદાના ભવ્ય શણગાર સાથે આરતીનું આયોજન કરવામાં આવશે
- મંદિરમાં દેશ વિદેશથી ભક્તજનો દર્શન માટે ઉમટી પડે છે
- સંતોના દર્શન-આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લેઈ શકશે
સાળંગપુર કષ્ટભંજનદેવના 176મા પાટોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલ છે. જેમાં સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની સ્થાપનાને 176 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
મંદિરમાં દેશ વિદેશથી ભક્તજનો દર્શન માટે ઉમટી પડે છે
આ પ્રસંગ નિમિતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાનો 176મો વાર્ષિક પાટોત્સવ સંવત 2080ના આસો વદ-5, તારીખ 21-10-2024, સોમવારના રોજ ઉજવાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ કાર્યક્રમ અંતર્ગત દાદાના ભવ્ય શણગાર સાથે આરતીનું આયોજન કરવામાં આવે છે. પાટોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાની છડીનો પણ અભિષેક કરવામાં આવશે. એક દિવસ અગાઉથી જ મંદિરમાં દેશ વિદેશથી ભક્તજનો દર્શન માટે ઉમટી પડે છે.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન
આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન તારીખ 19-10-2024 શનિવારથી 21-10-2024 સોમવાર સુધી રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે મહારાજ એવમ્ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિ યજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે. આ ઉપરાંત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞ દર્શન, કથા શ્રવણ તથા સંતોના દર્શન-આશીર્વચન અને મહાપ્રસાદનો લાભ લેઈ શકશે.
વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરાઇ
વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ફરજિયાત બોડીવોર્ન કેમેરા પહેરવા પડશે, જાણો કેમ