સાળંગપુર કષ્ટભંજન દેવના આજે અનોખા શણગારના દર્શન, જુઓ તસ્વીર


મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન દેવને આજે અનાનસ અને સંતરાનો શણગાર અદભૂત શણગાર કરવામાં આવ્યો.
સાળંગપુર ધામમાં 400 કિલો અનાનસ અને 200 કિલો સંતરાથી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. જેની સાથે જ ભગવાન કષ્ટભંજન પણ તેમાં ભવ્ય રૂપ જોવા મળી રહ્યો છે.
ભગવાન કષ્ટભંજન દાદાના આ અન્નકૂટના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી હતી.
હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે.
હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે તેવી માન્યતા છે
મંગળવાર પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે.
આ પણ વાંચો : અઘોરપંથીઓ શાં માટે કરે છે સ્મશાનમાં સાધના? શું છે આ રહસ્યમય દુનિયાની હકિકત