અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

BREAKING : સાળંગપુર ભીંત ચિત્રો વિવાદ વકર્યો, મંદિરના તમામ ગેટ કરાયા બંધ

Text To Speech
  • સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલે મંદિરના તમામ ગેટ કરાયા બંધ
  • ગેટ બંધ કરાતા ભક્તો થઈ રહ્યાં છે હેરાન પરેશાન
  • વહેલી સવારથી ભક્તો હેરાન પરેશાન થતાં ભક્તોમાં રોષ

દેશના સુપ્રસિદ્ધ અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરાયેલા કિંગ ઓફ સાળંગુપરની વિશાળ પ્રતિમા નીચે ભીંત ચિત્રોમાં હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે.  ત્યારે સાળંગપુર ભીત ચિત્રો વિવાદ મામલે મંદિરના તમામ ગેટ બંધ કરાયા હોવાનું સામે આવ્યું છે.

વહેલી સવારથી ગેટ બંધ કરાયા

બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો હતો. જે બાદ આજે વહેલી સવારથી મંદિરના ગેટ બંધ કરાતા ભક્તો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.  આજરોજ વહેલી સવારથી મંદિર વિભાગ દ્વારા મંદિરના એક ગેટ સિવાયના તમામ મુખ્ય ગેટો બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઈ ભક્તો દર્શન કરવા આવતા તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં દર્શન માટે ભક્તો આવતા હોય છે, પરંતુ કોઈપણ જાતની જાણ કર્યા વગર ગેટો બંધ કરી દેતા હાલ તો ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યા છે.  રોષે ભરાયેલા ભક્તો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે,વિવાદ જે હોય તે પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ.હનુમાનજી મહારાજ કોઈના દાસ નથી તે રામના દાસ છે. તાત્કાલિક આ ભીત ચિત્રો હટાવવા જોઈએ અને ભક્તોને દર્શન માટે જવા દેવા જોઈએ તેવી માંગ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

પ્રાકિંગ વ્યવસ્થા પણ બંધ કરાઈ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોના વિવાદ મામલે આજે મંદિરના ગેટો બંધ કરાતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. માત્ર એક નાના ગેટમાંથી ભક્તોને મંદિરમાં દર્શન માટે જવું પડે છે. મંદિરમાં પ્રાકિંગ વ્યવસ્થા પણ બંધ કરવામાં આવી છે. મંદિર પરિસરના આ નિણર્યથી હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો

સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે,ભીત ચિંત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડવામાં આવતા વિવાદ થયો છે. કોઈ હનુમાન ભક્ત દ્વારા લાગણી દુભાતા વિવાદિત ભીત ચિત્રો પર કાળો કલર કરવામાં આવ્યો અને તોડફોડ કરવાનો પણ પ્રયત્ન કરાયો. હાલ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી છે અને આ કાળો કલર ચોપડનાર વ્યક્તિ કોણ છે અને શું કારણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે ડીવાયએસપી  પણ ત્યાં પહોંચ્યા હતા.આ ઘટનાના પગલે મંદિર પ્રશાસન દ્વારા કડક  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર ના પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીત ચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સાથે જ હવે મંદિરના ગેટ આજે વહેલી સવારથી બંધ કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો રોષે ભરાયા છે.

આ પણ વાંચો : સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વકરતો વિવાદ

Back to top button