ટ્રેન્ડિંગમનોરંજન

ત્રણ દિવસમાં સાલારનું કલેક્શન 400 કરોડને પારઃ વીકેન્ડ પર બમ્પર કમાણી

Text To Speech
  • ભારતીય બોક્સ ઓફિસની વાત કરીએ તો દેશભરના થિયેટર્સમાં 200 કરોડથી વધુની કમાણી થઈ ચુકી છે, જ્યારે વર્લ્ડવાઈડ તો ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે.

બોક્સઓફિસ પર સાલારનું તોફાન રોકાવાનું નામ લેતુ નથી. સાઉથના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારે ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ભારતીય બોક્સ ઓફિસની વાત કરીએ તો દેશભરના થિયેટર્સમાં 200 કરોડથી વધુની કમાણી થઈ ચુકી છે, જ્યારે વર્લ્ડવાઈડ તો ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે. સાલારનું કલેક્શન વર્લ્ડવાઈડ 400 કરોડને પાર થઈ ગયું છે.

ત્રણ દિવસમાં કેટલી થઈ ફિલ્મની કમાણી

પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સાલાર’એ પહેલા દિવસે 90.7 કરોડનું કલેક્શન કર્યું છે, બીજા દિવસે 56.35 કરોડની કમાણી કરી છે. ત્રીજા દિવસે 62.05 કરોડની કમાણી કરી છે. આ રીતે સાલારે ત્રણ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 209.1 કરોડનું કલેક્શન કરી દીધું છે.

ડંકી સામે મેદાન મારી ગઈ ‘સાલાર’

વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ‘સાલાર’એ વીકેન્ડ પર દુનિયાભરની બોક્સ ઓફિસ પર 402 કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે ‘સાલાર’ના એક દિવસ પહેલા બોક્સ ઓફિસ પર આવેલી ડંકીએ વર્લ્ડવાઈડ માત્ર 215 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન

પહેલો દિવસ, શુક્રવાર રૂ. 178.7 કરોડ
બીજો દિવસ, શનિવાર રૂ. 117 કરોડ
ત્રીજો દિવસ ( રવિવાર) રૂ. 106.3 કરોડ
કુલ કલેક્શન- રૂ. 402 કરોડ

પ્રશાંત નીલે કર્યુ છે સાલારનું નિર્દેશન

પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ‘સાલાર’ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મને તેલુગુ રાજ્યોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે એક્શન ડ્રામા ફિલ્મ છે. ફિલ્મમાં શ્રુતિ હાસન, જગપતિ બાબુ, બોબી સિમ્હા, ટીનુ આનંદ, ઈશ્વરી રાવ, શ્રિયા રેડ્ડી અને રામચંદ્ર રાજુએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

આ પણ વાંચોઃ રણબીર-આલિયાએ ફેન્સને આપી સરપ્રાઈઝ! રાહાનો ચહેરો પહેલીવાર બતાવ્યો

Back to top button