વીડિયો: દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરીને બાઈક સાથે બાંધીને ઢસડીઃ શું છે આખી ઘટના?


દાહોદ, ૩૧ જાન્યુઆરી: ૨૦૨૫: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામે એક પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઇ હતી ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધ નગ્ન હાલતમાં બાઇક સાથે આખા ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તેનો વીડિયો ઉતારી વાઇરલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે 12 લોકોની ધરપકડ કરી લીધી હતી.
(વીડિયો સૌજન્ય- કાઠિયાવાડી )
કાળજુ કંપાવી નાંખે તેવા દ્રશ્યો દાહોદમાંથી સામે આવ્યા છે જ્યાં એક મહિલા પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. મનુષ્યના વેશ ધારણ કરેલા કેટલાક રાક્ષસો યુવતીને તાલિબાની સજા આપી રહ્યા છે. પરણીતા તેનાં પ્રેમીને મળવા ગયેલી હતી. જે બાબતની જાણ ગ્રામજનોને થતા મહિલાના સાસરીયાઓ દ્વારા મહિલાના પ્રેમીનાં ઘરે મહિલાને જતા જોઈ જતા સાસરીપક્ષનાં લોકો મહિલાનાં પ્રેમીના ઘરે પહોંચી ગયા હતા અને મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. સસરા અને દિયર સહિત 15 વ્યક્તિના ટોળાએ ઘરમાંથી કાઢી અર્ધનગ્ન કરી, માર મારી, બાઈક પર આખા ગામમાં ફેરવી તેનો વીડિયો બનાવી વાઈરલ કરી દીધો હતો.
વીડિયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જઇ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી. ભોગ બનેલ મહિલાને તેમના સાસરીપક્ષનાં ઘરેથી રેસ્ક્યું કરવામાં આવેલ છે. જ્યાં તેમને ગોંધી રાખવામાં આવેલ હતા. પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે ૧૫ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દોડાદોડી કરી તમામની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો…અખાડાઓ દરરોજનો ખર્ચ ૨૫ લાખ રૂપિયા! જાણો આટલા પૈસા ક્યાંથી આવે છે, કેટલો આવકવેરો ભરે છે?