ટ્રેન્ડિંગમનોરંજન

સાલાર ફિલ્મે તોડ્યા રેકોર્ડઃ પહેલા જ દિવસે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી નિશ્ચિત!

Text To Speech
  • પહેલા દિવસે સાલાર 116.8 કરોડ રુપિયાનું ગ્રોસ કલેક્શન કરે તેવી શક્યતાઓ છે. જેમાં લગભગ 71.2 કરોડ ગ્રોસ તેલુગુ અને બાકી 45.6 કરોડ રુપિયા અન્ય ભાષાઓમાંથી સામેલ થશે.

અભિનેતા પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસનની ફિલ્મ સાલાર પાર્ટ-1- સીઝફાયર આજે રિલીઝ થઈ છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મને તગડું એડવાન્સ બુકિંગ મળ્યું હતુ. હવે ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન પણ બોક્સ ઓફિસ હલાવી શકે છે. ફિલ્મ પહેલા દિવસે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.

એક રિપોર્ટ મુજબ સાલાર પહેલાં જ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી છે. પહેલા દિવસે 116.8 કરોડ રુપિયાનું ગ્રોસ કલેક્શન કરે તેવી શક્યતાઓ છે. જેમાં લગભગ 71.2 કરોડ ગ્રોસ તેલુગુ અને બાકી 45.6 કરોડ રુપિયા અન્ય ભાષાઓમાંથી સામેલ થશે.

 

View this post on Instagram

 

A post shared by Ormax Media (@ormaxmedia)

અત્યાર સુધીની ટોપ-5 ઓપનિંગ ફિલ્મો

અત્યાર સુધી સૌથી તગડા ઓપનિંગનો રેકોર્ડ શાહરુખખાનની જવાન પાસે છે અને બીજા નંબર પર રણબીર કપુરની એનિમલ છે, પરંતુ સાલાર એક નવો રેકોર્ડ સેટ કરે તેવી શક્યતાઓ છે. કઈ છે અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગવાળી પાંચ ફિલ્મો

જવાન 75 કરોડ
એનિમલ 63.80 કરોડ
પઠાણ 57 કરોડ
કેજીએફ ચેપ્ટર-2 53.95 કરોડ
વોર- 53.35 કરોડ

આ ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શન પર પણ ભારે

કિસી કા ભાઈ કિસી કી જાન- 110.53 કરોડ
ફાસ્ટ એક્સઃ 108.83 કરોડ
ડ્રીમ ગર્લ-2 -104.90 કરોડ
ફુકરે-3 96.65
જરા હટકે જરા બચકે- 88 કરોડ
ભોલા 82.04
સત્યપ્રેમકી કથા- 77.55
સેમ બહાદુર 72.65

આ પણ વાંચોઃ Windows 10 યુઝર્સને મોટો ફટકો, માઇક્રોસોફ્ટે લીધો આ નિર્ણય

Back to top button