ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીની મહિલાઓ માટે સખી મંડળ યોજના બની આશીર્વાદરુપ !

Text To Speech

ગુજરાત સરકાર હરહંમેશ મહિલાઓની સુરક્ષા,સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં અડીખમ રહેતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સખી મંડળ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના એટલે મહિલા સશક્તિકરણનું આગવું ઉદાહરણ છે,અંતરિયાળ ગામની મહિલાઓને કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખી મંડળ એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે.

અરવલ્લી સખી મંડળ -humdekhengenews

સખી મંડળ યોજનાથી મહિલાઓ બની પગભર

અરવલ્લી જિલ્લામાં ટીંટોઈ ગામની મહિલાઓ પરમહંસ સખી મંડળથી રોજગારી મેળવીને પરિવારનેં મદદરૂપ થઈ રહી છે. આ સખી મંડળમાં હવાઈ ચંપલ બનવવામાં આવે છે. જે ઓર્ડર પ્રમાણે બનાવવામા આવે છે.જેમાં સખી મંડળના સભ્ય જ્યોત્સનાબેન જણાવે છે,’તેઓ ગામની અન્ય મહિલાઓ સાથે આ મંડળમાં હવાઈ ચંપલ બનાવીએ છીએ. અમને સારી એવી રોજગારી મળી રહી છે તેનાથી અમારો ઉત્સાહ વધે છે. દરેક મહિલા પોતાના પરિવારને પોતાના બાળકોનેં મદદ કરી. અમે બે વર્ષથી સખી મંડળમાં કામ કરી રહ્યા છીએ ત્યારે એકબીજાની સાથે લાગણી ભર્યા સંબંધો પણ વિકસાવશે જ્યારે કોઈ પણ એવો પ્રશ્ન આવે છે ત્યારે અમે એકબીજાને પડખે ઊભા રહીએ છીએ, એટલે આ સખી મંડળ થકીજ અમે એકબીજાના સહભાગી થયા છીએ, સરકારની આ યોજના થકી અમારા પરિવારનેં મદદરૂપ થઈ શક્યા છે તે માટે સરકારનો આભાર માનીએ છીએ ‘

અરવલ્લી સખી મંડળ -humdekhengenews

 જાણો કેવી રીતે શરુ કર્યો વ્યવસાય

રાજ્યમાં ગામડાઓમાં નાના-નાના સખી મંડળો બનાવી આર્થિક સદ્ધરતા આવે તે માટે સરકાર દ્વારા સખી મંડળોને સહાય અને લોન આપવાાં આવે છે. .ત્યારે અરવલ્લી જિલ્લાના ટીટોઇ ગામની મહિલાઓએ પગરખા બનાવવાના મશીનો વસાવ્યા અને પગરખાની તાલીમ લીધા બાદ આ મહિલાઓએ પગરખા બનાવવાનું કાચું મટીરીયલ ખરીદે છે અને હવાઈ ચંપલ બનાવે છે.

 આ પણ વાંચો : ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને શંકરસિંહ વાઘેલાનું નિવેદન, કહ્યું-“ધર્મના નામે માર્કેટિંગ કરવાનું આ ભાજપનું આયોજન”

Back to top button