ગુજરાત

મોરબીના શાપર નજીક જસવંતગઢમાં પરિણીત યુગલનો સજોડે આપઘાત

Text To Speech

મોરબીઃ શાપર ગામ નજીક જસવંતગઢની સીમમાં પરણિત મહિલા અને પુરુષે સજોડે લીમડાના ઝાડે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે તપાસ હાથ ધરી
આ ચકચારીભર્યા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબી તાલુકાના શાપર ગામે જસવંતગઢની સીમમાં લીમડાના ઝાડે લટકી પરણિત મહિલા અને પુરુષે સજોડે આપઘાત કરી લેતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ગોઝારી ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.

બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં
આ ઘટનાની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ લીમડાના ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ લેનારા નવઘણભાઈ હરખાભાઈ પાંચિયા (ઉ.વર્ષ 24) અને મહિલાનું નામ ગીતાબેન અમરાભાઈ ભૂંડિયા (ઉ.વર્ષ 20) હોવાનું તેમજ બન્ને પરણિત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ બન્નેના મૃતદેહોને પોલિસ દ્વારા પીએમ માટે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button