ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીને રામલલાનું ચરણામૃત પીવડાવતાં સંતને જાગ્યો માતૃભાવ

Text To Speech

અયોધ્યા (ઉત્તર પ્રદેશ), 23 જાન્યુઆરી: રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનું વ્રત ખોલ્યું હતું. આ વ્રત ખોલવા નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરીજી મહારાજે પીએમ મોદીને ચમચીથી પાણી પીવડાવ્યું હતું. સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે કહ્યું કે, અમારે તેમને પાણીમાં લીંબુના રસના થોડા ટીપાં નાખી મધ આપવાનું હતું, પરંતુ વડાપ્રધાને વિનંતી કરી કે તેમને ભગવાન શ્રી રામનું ‘ચરણામૃત’ આપજો. આ માટે અમે તેમના ઉપવાસને સંપન્ન કરવા માટે થોડાક ફેરફારો કર્યા હતા. એ સમયે મને માતાનો પ્રેમ અનુભવાયો અને એવું લાગ્યુ કે જાણે હું મારા પુત્રને આ અર્પણ કરી રહ્યો છું અને તેમનો ઉપવાસ તોડી રહ્યો છું.

 

ચરણામૃતથી ઉપવાસ તોડ્યા બાદ વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર તમામ લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી 2024 કોઈ તારીખ નથી, એક નવા કાલચક્રનો પ્રારંભ છે. આ સમય સામાન્ય નથી, આ કાલચક્ર ઉપર અંકિત થઈ રહેલી અમીટ રેખાઓ છે. તેમણે કહ્યું કે, હું આજે પ્રભુ શ્રી રામ પાસે ક્ષમા માંગુ છું કે અમારી તપસ્યામાં, અમારા પ્રયાસોમાં કોઈ તો ખોટ રહી હશે કે અમે આટલો સમય આ કાર્ય પૂર્ણ નહોતા કરી શક્યા. રામ લલાના અભિષેક બાદ પીએમ મોદીએ જણાવ્યું કે, ન્યાયતંત્રનો આભાર માનું છું કે જેમણે ન્યાયની લાજ રાખી.

પીએમ મોદી રામ લલ્લાના અભિષેકને અનુષ્ઠાન પર હતા

પીએમ નરેન્દ્ર મોદી પોતે રામ લલાના અભિષેકને લઈને 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન પર હતા. આ દરમિયાન તેમણે ઉપવાસની સાથે ઘણી વસ્તુઓનો ત્યાગ પણ કર્યો હતો. ગોવિંદ દેવ ગિરી મહારાજની વાત માનીએ તો પીએમ મોદી 11 દિવસ જમીન પર સૂતા હતા. આ 11 દિવસોમાં પીએમ મોદી લગભગ એવી દરેક જગ્યાએ ગયા જ્યાં ભગવાન રામ તેમના વનવાસ દરમિયાન ગયા હતા.

આ પણ વાંચો: શ્રીરામના ચરણોમાં PM મોદીના દંડવતઃ 11 દિવસના અનુષ્ઠાનના પારણાં

Back to top button