ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

‘સ્પોર્ટ્સની કંગના રનૌત’ કહેવા પર ભડકી સાઇના નેહવાલ, કહ્યું: ઘરે બેસીને…

  • ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સાઈના નેહવાલ હાલના દિવસોમાં ટ્રોલર્સના નિશાના પર

નવી દિલ્હી, 14 ઓગસ્ટ: ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સાઈના નેહવાલ આ દિવસોમાં ટ્રોલર્સના નિશાના પર છે. નીરજ ચોપરાની સ્પોર્ટ્સથી લઈને વિનેશ ફોગાટના વજન વધારવા સુધીની દરેક બાબત વિશે ખુલ્લેઆમ વાત કરનારી સાઈનાએ તેના નિવેદનો પર પલટવાર કર્યો છે. સાઇના નેહવાલે તાજેતરમાં કહ્યું હતું કે, તેને 2021 પહેલા ખબર નહોતી કે જેવલીન થ્રો એક ઓલિમ્પિક ગેમ છે. જેના પર ટ્રોલર્સે સાઇનાને સ્પોર્ટ્સની કંગના રનૌત કહી દીધી હતી. સાઇના નેહવાલે આ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

 

સાઇના નેહવાલે શું કહ્યું?

સાઇના નેહવાલે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે તેને જેવલીન થ્રો વિશે 2021માં જાણ થઈ હતી, જ્યારે નીરજ ચોપરાએ તેમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાઈના નેહવાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મને ખબર ન હતી કે ઓલિમ્પિકમાં એવી કોઈ રમત છે જ્યાં સુધી નીરજ ગોલ્ડ મેડલ જીત્યો ન હતો, જ્યારે ઓલિમ્પિકનું પરિણામ આવ્યું ત્યારે મને ખબર પડી.” આ ઈન્ટરવ્યુ પછી યુઝર્સે તેને કંગના રનૌત કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

હવે સાઇના નેહવાલે તેનો પણ જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “વખાણ માટે આભાર. કંગના સુંદર છે… પણ મારે મારી રમતમાં પરફેક્ટ બનવું પડશે. મને ગર્વ છે કે, હું નંબર-1 બની અને મારા દેશ માટે ઓલિમ્પિક મેડલ પણ જીત્યો.’ આગળ લખ્યું કે, ‘હું ફરીથી કહીશ કે ઘરે બેસીને બોલવું કરવી સરળ છે અને રમવું મુશ્કેલ છે. નીરજ આપણો સુપરસ્ટાર છે અને તેણે ભારતમાં રમતગમતને લોકપ્રિય બનાવી છે.”

બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાઇના આગળ લખે છે છે, ‘મને ખાતરી છે કે કેટલાક લોકોને બેડમિન્ટન વિશે ખબર પણ નહીં હોય. હું ઓલ ઈંગ્લેન્ડ ઓપન રમી  ત્યાં સુધી મને ખબર ન હતી કે પ્રકાશ સર કોણ છે. એવું નથી કે તમે જાણવા માંગતા નથી, પરંતુ તમે તમારી રમતમાં એટલા વ્યસ્ત છો કે તમે અન્ય વસ્તુઓને સમય આપી શકતા નથી. પછી તમારે દરેક વસ્તુ વિશે ગૂગલ કરવું પડશે.”

સાઈના નેહવાલનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ ગયું છે. લોકોએ કહ્યું કે, તેઓ કેવી રીતે જાણતા નથી કે જેવલીન થ્રો એક ઓલિમ્પિક ગેમ છે. ઘણા યુઝર્સે તેની સરખામણી બોલિવૂડ એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌત સાથે કરી હતી અને કહ્યું હતું કે, ‘સ્પોર્ટ્સની કંગના રનૌત.’ જો કે ઘણા યુઝર્સે સાઈનાનું સમર્થન પણ કર્યું હતું અને કહ્યું હતું કે, દરેકને બધું જ ખબર હોય તે જરૂરી નથી.

આ પણ જૂઓ: વિનેશ ફોગાટના મેડલ માટેની સુનાવણી મુલતવી રહી, જાણો હવે ક્યારે થશે ?

Back to top button