ખુશી કપૂર સાથે ઈશ્ક લડાવશે સૈફનો લાડલો, કરણ જોહરે રિલીઝ કર્યું પોસ્ટર

- ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવી રહેલી ફિલ્મ ‘નાદાનિયાં’માં જોવા મળશે. આ ફિલ્મમાં ખુશી કપૂર તેની સાથે રોમાન્સ કરતી જોવા મળશે
1 ફેબ્રુઆરી, મુંબઈઃ સૈફ અલી ખાનનો લાડલો પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યુ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ઈબ્રાહિમ અલી ખાન ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર આવી રહેલી ફિલ્મ ‘નાદાનિયાં’માં જોવા મળશે. આ ફિલ્મમાં ખુશી કપૂર તેની સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જોહરે તેનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં ઈબ્રાહિમ કોસ્ટાર ખુશી કપૂર સાથે રોમેન્ટિક પોઝ આપતો જોવા મળે છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.
ઈબ્રાહિમ અને ખુશી કપૂરની નાદાનિયા
ઉલ્લેખનીય છે કે ખુશી કપૂરે પોતાના કરિયરની શરૂઆત નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી કરી હતી. જોકે, આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ પછી ખુશી કપૂર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે ફિલ્મ ‘લવયાપા’માં જોવા મળશે. હવે આ ફિલ્મ બાદ ખુશી કપૂર સૈફ અલી ખાનના લાડકા પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અલી ઈબ્રાહિમ ખાનની આ ડેબ્યુ ફિલ્મ હશે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઈબ્રાહિમ પોતાની ડેબ્યુ ફિલ્મને લઈને ચર્ચામાં હતો. આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે. તેનું પહેલું પોસ્ટર રિલીઝ કરતાં કરણ જોહરે લખ્યું, ‘દરેક લવ સ્ટોરીમાં થોડી નાદાનિયા હોય છે. ઈન્ટ્રોડ્યુસિંગ ઈબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર જોવા માટે ઉપલબ્ધ થશે.
View this post on Instagram
ઈબ્રાહિમનું પણ સ્ટાર બનવાનું સપનું
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર અલી ઈબ્રાહિમ પણ પોતાની પિતાની જેમ ફિલ્મી દુનિયામાં સ્ટાર બનવાનું સપનું જુએ છે. તેની બહેન સારા અલી ખાન પણ બોલીવુડમાં અભિનેત્રી બની ગઈ છે. તેની માતા અમૃતા સિંહ આજે પણ ફિલ્મી દુનિયામાં સક્રિય છે. હવે તેના આખા પરિવારની જેમ ઈબ્રાહિમે પણ ફિલ્મી દુનિયામાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું છે. ઈબ્રાહિમ પોતાના ડેબ્યુને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતો. તેને લોન્ચ કરવાની જવાબદારી કરણ જોહરે ઉપાડી હતી. કરણ જોહરે પણ આ અંગે ઘણી વખત ખુલીને વાત કરી છે. હવે કરણ જોહરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ પણ ટૂંક સમયમાં જ જાહેર થશે.
આ પણ વાંચોઃ Hot ફોટોશૂટથી ડેબ્યુની જાહેરાત, ઈબ્રાહિમ અલી ખાનને લોન્ચ કરશે કરણ જોહર