સૈફે રૂ. 35 લાખનો ક્લેમ કર્યો, વીમા કંપનીએ 25 લાખ એપ્રુવ કર્યા!

- સૈફ અલી ખાને તેની સારવાર માટે 35.95 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો, જેમાંથી 25 લાખ રૂપિયા વીમા કંપનીએ શરૂઆતી રકમ તરીકે મંજૂર કરી દીધા છે
18 જાન્યુઆરી, મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (54) પર બુધવારે મોડી રાત્રે બાંદ્રામાં તેના 12મા માળના ફ્લેટમાં ઘૂસેલા ચોરે છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈફને ગરદન, પીઠ અને હાથ સહિત શરીરમાં ઘણી જગ્યાએ ઈજા થઈ હતી. અભિનેતાની મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.
હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) ડૉ. નીરજ ઉત્તમાણીએ કહ્યું કે અભિનેતા ઠીક છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે, તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. હાલ તે બેડ રેસ્ટ પર છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે અભિનેતાએ તેમની સારવાર માટે વીમાનો દાવો કર્યો છે.
Health insurance approval of Saif Ali khan
Immediate response from them coz of Celebrity while common man struggles for it…#SaifAliKhan #SaifAliKhanAttacked #SAIFALIKHANATTACK pic.twitter.com/A0xw46zOcb
— SACHIN TIWARI (@GreatTiwari80) January 17, 2025
હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમમાં મળ્યા રૂ. 25 લાખ
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સૈફ અલી ખાનના સ્વાસ્થ્ય વીમાના દાવામાં રૂ. 25 લાખ મળ્યા હોવાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. સૈફ અલી ખાન નિવા બુપાની પોલિસી ધરાવે છે. લીક થયેલા દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે, સૈફ અલી ખાને તેની સારવાર માટે 35.95 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો, જેમાંથી 25 લાખ રૂપિયા વીમા કંપનીએ મંજૂર કર્યા છે. જોકે 25 લાખ રૂપિયા માત્ર પ્રારંભિક રકમ છે, જેને કેશલેસ સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. એકવાર અંતિમ બિલ પ્રાપ્ત થઈ જાય પછી જો કોઈ રકમ બાકી હશે તો, પોલિસીના નિયમો અને શરતો અનુસાર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત દસ્તાવેજોમાં તેના મેમ્બર આઈડી, નિદાન, રૂમનો પ્રકાર અને 21 જાન્યુઆરીની રજાની તારીખ જેવી સંવેદનશીલ માહિતી પણ છે.
આ પણ વાંચોઃ સૈફ વચ્ચે ન આવ્યો હોત તો કરીનાએ મુંબઈ પોલીસને જણાવી હુમલાની આખી કહાની
સ્યુટ રૂમમાં છે સૈફ અલી ખાન
દસ્તાવેજમાં આપવામાં આવેલી માહિતીના આધારે 54 વર્ષીય અભિનેતા હાલમાં બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સ્યુટ રૂમમાં છે, જ્યાંથી 16 જાન્યુઆરી, 2025 ના રોજ ભરતી થયા બાદ તેની સારવાર ચાલી રહી છે. પરિવારે શરૂઆતમાં 35,98,700 રૂપિયાની વિનંતી કરી હતી. કંપનીએ સારવાર માટે 25,00,000 રૂપિયાની પ્રારંભિક રકમ મંજૂર કરી છે.
હવે જાણો કંપનીએ દાવા અંગે શું કર્યું?
નિવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીએ દાવાની પુષ્ટિ કરી અને કહ્યું, સૈફ અલી ખાન અમારા પોલિસી ધારકોમાંથી એક છે. તેમના હોસ્પિટલમાં દાખલ થવા પર અમને કેશલેસ પ્રી-ઓથોરાઇઝેશન વિનંતી મોકલવામાં આવી હતી અને અમે સ્વાસ્થ્ય માટે પ્રારંભિક રકમ મંજૂર કરી છે. કંપનીએ કહ્યું કે, ટ્રીટમેન્ટ પૂરી થયા પછી જ્યારે અમને અંતિમ બિલ મળશે ત્યાકે પોલિસીના નિયમો અને શરતો અનુસાર તેનું સેટલમેન્ટ કરવામાં આવશે.