ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

સૈફ અલી ખાન પર હુમલા બાદ એક્શનમાં આવી પોલીસ, શંકાસ્પદ 3 લોકોની ધરપકડ કરી

Text To Speech

મુંબઈ, 16 જાન્યુઆરી 2025: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને લઈને 16 જાન્યુઆરીના રોજ સવારના સમયે ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, 16 જાન્યુઆરી સવારે 2.30 કલાકે સૈફ અલી ખાનના ઘરમાં એક ચોર ચાકૂ લઈને ઘુસ્યો હતો, જેમાં એક્ટર પર ચોરે હુમલો કર્યો હતો. આ હુમલામાં અભિનેતાને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના બાદ મુંબઈ પોલીસે તપાસ શરુ કરી દીધી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ગુરુવારના દિવસે જ મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના ઘરમાં કામ કરનારા ત્રણ લોકોની અટકાયત કરી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ત્રણે લોકોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સાથે પૂછપરછ થઈ રહી છે.

સારા અલી ખાન અને ઈબ્રાહિમ બંને હોસ્પિટલમાં પહોંચ્યા

તો વળી પરિવાર પર થયેલા આ હુમલા બાદ પિતાને મળવા સારા પોતાના ભાઈ ઈબ્રાહિમ સાથે હોસ્પિટલે આવી પહોંચી છે. આ દરમ્યાન બંનેના ચહેરા પર ઉદાસી જોવા મળે છે.

3 લોકો સાથે પૂછપરછ કરી રહી છે પોલીસ

સૈફ અલી ખાન પર હુમલો તેમના મુંબઈ સ્થિત ઘર પર થયો હતો. આ ઘટના વહેલી સવારે થઈ હોવાનું કહેવાય છે. હુમલા બાદ તરત સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને જ્યાં તેની સારવાર થઈ રહી છે. પોલીસે આ મામલામાં કોઈ પણ ઢીલ વિના તપાસ શરુ કરી દીધી છે. એક ચોક વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલામાં પોલીસે સેફના ઘરમાં કામ કરી રહેલા 3 લોકો પર શંકા છે અને તેમની સાથે પૂછપરછ કરી રહી છે.

લીલાવતી હોસ્પિટલના સીઓએ ડો. નીરજ ઉત્તમાનીએ કહ્યું કે, સૈફ અલી ખાન પર 6 જગ્યાએ હુમલો કર્યો છે. જેમાં 2 ગંભીર છે. એક તેમની સ્પિનની ખૂબ જ ક્લોઝ છે. સૈફ અલી ખાનનું ઓપરેશન ન્યૂરોસર્જન ડો. નિતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડો. લીના જૈન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. નિશા ગાંધીના નેતૃત્વમાં ડોક્ટરની ટીમ કરી રહી છે.

આ પણ વાંચો: BIG NEWS: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Back to top button